Fakt Tu - 12 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | ફક્ત તું ..! - 12

Featured Books
Categories
Share

ફક્ત તું ..! - 12

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૨

ક્રિષ્ના અવનીને ફોન કરે છે. ફોનની રિંગ વાગે છે પણ ફોન ઉપડતો નથી. ક્રિષ્ના બીજી વાર કોલ કરે છે અને સામે અવની ફોનમાં જુએ છે તો ક્રિષ્નાનો ફોન છે. એ જોઈને ફોન સાઈડમાં મૂકી દે છે. ક્રિષ્ના ફરીવાર કોલ કરે છે અને અવની ફોનને કાપી નાખે છે. આમ ક્રિષ્ના પાંચ થી સાત વાર ફોન કરે છે અને અવની ફોન કાપી નાખે છે. ક્રિષ્નાને ગુસ્સો આવતા એ અવની મેં મેસેજ કરે છે.

" અવની તારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તે મારો ફોન ન ઉપાડ્યો . થેંક્યું અને હવે સાંભળ ! નીલ એ મને બધી વાત કરી છે કે તમારી બંને વચ્ચે શુ શુ થયું છે અને તમે શું શું કરી રહ્યા છો. તમે બંને નાના છોકરા જેવું કરી રહ્યા છો, આવું સારું ના લાગે. મારા ભાઈને તો હું ઓળખું છુ પણ તારી ખબર નહી. મને તો હવે એવું જ લાગે છે કે મારો ભાઈ સાચો છે, એને મને જે પણ કહી કીધું એ પણ સાચું જ હશે.મારે બસ એક વાર તારી સાથે વાત કરવી છે. તને એમ લાગતું હોય કે મારે વાત કરવી જોઈએ તો ફોન કર અત્યારે"

અવની આ મેસેજ ને જુએ છે પણ ફોન નથી કરતી. બે ત્રણ કલાકનો સમય આમ જ જતો રહે છે. આ બાજુ નીલ ક્રિષ્ના ને કોલ કરે છે અને પૂછે છે કે અવની જોડે કઇ વાત થઈ કે નહીં ? ક્રિષ્ના નીલ ને સમજાવતા કહે છે કે હજુ સુધી અવનીનો ફોન આવ્યો નથી અને કદાચ આવશે પણ નહીં. મેં અવનીને મેસેજ કર્યો હતો પણ હજુ સુધી એ મેસેજનો જવાબ પણ નથી આવ્યો.

નીલ : બેન હવે સાંભળ. અવનીને તું છેલ્લી વાર ફોન કર. ફોન ઉપાડે તો ભલે અને ન ઉપાડે તો પણ હવે કહી નહિ.

ક્રિષ્ના : ભાઈ પ્લીઝ .હવે તું ગુસ્સો ના કર. તું મારો ડાહ્યો ભાઈ છો ને, મારો વાલો ભાઈ છો ને ! કુલ ડાઉન ભાઈ બધુ ઠીક થઈ જશે.

નીલ : હવે મારે જ બધુ પૂરું કરવુ છે એક પણ પ્રકારની માથાકૂટ જ નથી કરવી. મગજની નસ ફાડી નાખી છે સાવ.આવું હોય કઈ સાવ ?

ક્રિષ્ના : ભાઈ યાર એટલો બધો ગુસ્સો ન કર ને. મહેરબાની કરીને શાંત થઈ જા હું વાત કરીશ અવની સાથે પણ અત્યારે તું શાંત થઈ જા.

નીલ : ના બેન તને ના કહ્યું ને ! ફોન નથી કરવાનો બસ. બાય તારું ધ્યાન રાખજે.

ક્રિષ્ના - અરે ભાઈ સાંભળ તો ખરા..

નીલ - બાય..

નીલ ફોન કાપી નાખે છે. આ બાજુ ક્રિષ્નાની ચિંતા વધે છે. એ વિચારે છે કે એટલા વર્ષો થયા પણ ભાઈ એ ક્યારેય આવો ગુસ્સો નથી કર્યો. ક્યારેય કોઈના પર ખીજાય ને વાત પણ નથી કરી, બધા સાથે હસતા મોઢે જ વાત કરી છે અને આજે એટલો ગુસ્સો ! નક્કી ભાઈ થી હવે સહન નહી થતું હોય તો જ એટલો ગુસ્સો કરે . હવે મારે જ કંઈક કરવું પડશે. ક્રિષ્ના ફોન લઈને અવની ને મેસેજ કરે છે.

" અવની નીલ માટે તારા મનમાં પ્રેમ ના હોય તો કઈ નહીં પણ જો થોડી ઘણી નફરત બચી હોય ને એના માટે તો મને ફોન કર અને આ બધુ જે થઈ રહ્યું છે એને પૂરું કરો. મારી તને હાથ જોડીને વિનંતી છે “

અવની ક્રિષ્નાનો મેસેજ જુએ છે અને ક્રિષ્નાને ફોન કરે છે.

અવની - હા બોલો દીદી. હું કામમાં હતી એટલે પાછો ફોન ના કર્યો. બોલો શુ કામ હતું ???

ક્રિષ્ના - અવની પહેલા તો તું ખોટું ના બોલ. તું એક પણ કામમાં ન હતી એ મને ખ્યાલ છે. તારા વિશે હું થોડુ ઘણું તો જાણુ જ છુ અને હા આ શું બધુ તમે બંને એ ચાલુ કર્યું છે ? તમે બંને કઈ નાના છોકરા છો તો તમને સમજાવવા પડે ??

અવની - દીદી પણ જુઓને નીલ સમજતો જ નથી તો હુ શુ કરું ? નીલને મારી સાથે જ પ્રોબ્લમ છે, એ પહેલાં મને કેટલો સમજતો અને હવે તો સાવ એ બદલાઈ ગયો છે અને વાત વાત માં ગુસ્સો કરે છે.હું કઈ પણ બોલુ એને ગમતું જ નથી.

ક્રિષ્ના - અવની !! નીલ નહીં તું બદલાઈ ગઈ છે. તારી વાત કરવાની પધ્ધતિ બદલાઈ ગઈ છે, તું જે નીલને સમય આપતી એ બદલાઈ ગયું છે, નીલને તું જે સાથ આપતી એ સાથ બદલાઈ ગયો છે. ને તું એમ કહે છે કે નીલ બદલાઈ ગયો છે!

અવની - દીદી હું કઈ સમજી નહીં તમે શું કહેવા માંગો છો ?

ક્રિષ્ના - અવની એક વાત મને સમજાવીશ કે તમે કેટલા મહિના પહેલા મળ્યા હતા ? અને કેટલા મહિના પહેલા સરખી વાત કરી હતી ?

અવની - દીદી પણ હું મારા કામમાં હોવ છુ એટલે નીલ ને સમય નથી આપી શકતી પણ એ નીલ સમજતો જ નથી.

ક્રિષ્ના - મને એ જવાબ આપ કે છેલ્લે ક્યારે તમે ક્યારે સરખી વાત કરી હતી અને ક્યારે મળ્યા હતા ?

અવની - દીદી ચાર મહિના પહેલા મળ્યા હતા અને કદાચ એક દોઢ મહિના પહેલા સરખી વાત કરેલી.

ક્રિષ્ના - હવે તું જ કહે આમાં વાંક કોનો છે ??

અવની - ( ધીમેથી ) મારો વાંક છે દીદી.

ક્રિષ્ના - જો અવની સાંભળ. " સંબંધ એક છોડ છે જેમાં તમારે એને દરરોજ પાણી આપવું પડે છે કેમ કે એ સુકાઈ નહીં અને એ પણ વાત નું ધ્યાન રાખવું પડે કે વધુ માત્રામાં પાણી પણ ના અપાય જાય કેમ કે વધારે પાણી આપવાથી છોડ બળી જાય છે. સંબંધમાં ઉતાર ચઢાવ આવવાના પણ એ તમારે બંને એ સમજવાનું છે.મેં માન્યું કે તુ વ્યસ્ત હોય છે પણ આખા દિવસની પાંચ મિનિટ તો તું નીલ ને આપી શકે કે નહીં ?? ચાલ સમયના હોય તો એક દિવસ, બે દિવસ વાત ન કરી પણ પછી ત્રીજા દિવસે તો સમય આપવો જ પડે ને ? અને જ્યારે તું મારા ઘરે આવેલી ત્યારે તે જ મને કીધું હતુ કે "નીલ ક્યારેક ક્યારેક અડધી કલાક જ વાત કરે છે નજે મને એ નથી ગમતું કે નીલ મને સમય ના આપે એ" તો અહીં તો તું નીલ ને પાંચ મિનિટ પણ નથી આપતી તો નીલને ખરાબ નહી લાગતું હોય ?

અવની - હા દીદી હુ સમજુ છુ પણ નીલ નથી સમજતો .

ક્રિષ્ના - માય ડિયર હુ બધુ સમજુ છુ કોણ શુ છે એ. તને જો નીલમાંથી રસ ઉડી ગયો હોય તો મને કહી દે હું નીલને મારી રીતે સમજાવીશ અથવા બીજુ કોઈ કારણ હોય તો એ પણ મને કહી દે પણ આવું ના કર નીલ સાથે. હા હું એમ નથી કહેતી કે વાંક તારો છે !! કદાચ મારા ભાઈ નો પણ હોઈ શકે.

અવની - દીદી, યાર શુ કહેવુ મારે તમને ??

ક્રિષ્ના - અવની સંબંધમાં થોડું ઘણુ જતું કરવુ પડે.જેની માટે જે કઇ કરી રહ્યા છો એને પણ સમય આપવો પડે. અત્યારે આ સમયમાં એક બીજા ની સાથે રહેવું ખૂબ જરૂરી છે.હા જો લોન્ગ ડીસટન્સ રિલેશનશિપ હોય તો વસ્તુ અલગ છે કે વાત કરવાનો સમયના મળે, મળવાનો સમય ના મળે પણ તમે બંને સાવ નજીક છો છતાં તમે આવું કરો. અવની કદાચ લોન્ગ ડીસટન્સ રિલેશનશિપ હોય તો પણ આજે ઘણા ખરા કપલ એકબીજાને પૂરતો સમય આપે છે, વાત કરે છે અને એકબીજા સાથે ખુશ પણ રહે છે અને હા એવું પણ નથી કે સાથે રહેવું જ જોઈએ પણ દૂર રહીને પણ સાથ આપવો જોઈએ. કદાચ વાત ન કરીએ તો પણ કહી નહીં પણ સંબંધ એવા હોવા જોઈએ કે કદાચ એક અઠવાડિયુ વાત ન થાય તો પણ મન માં શાંતિ બની રહે, એકબીજા થી ખુશ હોય અને ભરપૂર પ્રેમ હોય..

અવની - (ઉંચા અવાજમાં ) હું બધુ સમજી ગઈ હો. તમારે મને એટલું બધું શીખવાડવાની જરૂર નથી. મને ખબર છે કે મારા માટે શું સારું છે અને શું ખરાબ. તમે ખાલી મને સમજાવો છો, થોડું તમારા ભાઈને પણ કહો. વાંક મારો એક નો નથી તમારા ભાઈનો પણ છે. તમે મને ક્યારનું સંભળાવી રહ્યા છો.

ક્રિષ્ના - ડિયર હુ ખાલી તને કહી રહી છું.તને કશુ સંભળાવતી નથી. ને તું આમ ગુસ્સમાં કેમ બોલે છે ?

અવની - તો શું તમે પણ ક્યારના મને લેક્ચર આપો છો ? જે કહેવું હોય એ તમારા ભાઈને કહો મને નહીં.

ક્રિષ્ના - અવની તું ભૂલ કરે છે હો..

અવની - ભૂલ તો મારાથી થઈ ગઈ છે

ક્રિષ્ના - એટલે ????

અવની - એટલે કહી નહિ. તમારા ભાઈ ને હું ફોન કરીશ અને જે કહેવાનું હશે એ કહી દઈશ બાય.

આમ અવની ગુસ્સામાં ફોન મૂકી દે છે. આ બાજુ ક્રિષ્નાને વાત થોડી ઘણી સમજમાં આવી જાય છે અને તે નીલ ને ફોન કરે છે અને જે કઈ વાત થઈ અવની અને ક્રિષ્ના વચ્ચે એ બધી વાત નીલ ને કરે છે.

ક્રિષ્ના - નીલ સાંભળ. અવની ને થોડી હૂંફ ની જરૂર છે, અવનીને થોડો સમય એકલું રહેવું છે, મને એવું લાગે છે કે તારા વધારે પડતા પ્રેમના કારણે આવુ થયું છે. મારુ માનતો હોય તો એક સલાહ આપીશ કે અવનીને થોડો સમય આપ, એકલા રહેવા દે.

નીલ - પણ બેન..

ક્રિષ્ના - ભાઈ હું સમજી વિચારીને જ તને કહુ છુ. હું જેમ કહુ છુ એમ કર.

નીલ - હા બેન...

ક્રિષ્ના - અને હા મારા પાગલ ભાઈ હવે તું પણ થોડો આરામ કર. બહારગામ ફરી આવ એટલે મગજ ફ્રેશ થઈ જાય ને સાથે ધ્યાન પણ બીજે રહે..

આમ નીલ પોતાની બહેનની વાત માની ને થોડા દિવસ અવની ને મેસેજ કે ફોન કરવાનું બંધ કરી દે છે. બહાર ગામ ફરી ને પોતાની જાત સાથે ખુશીથી આનંદનો લુપ્ત ઉઠાવે છે પણ આતો દિલ છે સાહેબ, ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલ માં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય. બસ આમ જ દિવસો વીતતા રહે છે ને એક મહીનો પસાર થઈ જાય છે.નીલને હવે એવું થાય છે કે અવની ને ફોન કરું પણ પોતાના મનમાં વિચારે છે કે હુ હજુ અવનીના ફોનમાં બ્લોક હોઈશ.પણ કહેવાય ને કે સાહેબ જેને પ્રેમ કરવો છે તેને કોઈ ના રોકી શકે.

* * *

મિત્રો ઘણી વાર આપણને કોઈ વ્યક્તિ સમજાવતું હોય છે ત્યારે એવું લાગે છે એ બધું ખોટું છે અને હું પોતે જે કરુ એ જ સાચું છે. આજ ના આ પ્રેમમાં વાત વાત પર ઝઘડાઓ થતા હોય છે, અબોલા હોય છે, વાત વાત માં એક બીજા થી રિસાઈ જતા હોય છે એનું કારણ છે એક બીજા ને સારી રીતે ના સમજવા. મિત્રો પ્રેમ ખાલી કહેવાથી કે બોલવાથી ના થાય !! તમારે પ્રેમ ને સમજતા પણ શીખવું પડે. પ્રેમ ની ભાષા પણ શીખવી પડે અને પ્રેમ કેમ કરાય એ પણ શીખવું પડે.