ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૩
સાંજ નો સમય છે.મંદ મંદ પવન લહેરાય છે.પંખીઓ પોતાના માળામાં પરત ફરી રહયા છે.નીલ આજે પોતાના ઘરે આવ્યો છે, રૂમમાં બેસી પોતાનું કામ કરી રહ્યો છે. એટલી વારમાં નીલના મમ્મી નીલને જમવા માટે નીચે બોલાવે છે.
નીલ જમવા ચાલ.નીલના મમ્મીએ કહ્યું.
હા મમ્મી બસ આવું જ છું.
નીલ જમીને એમના રૂમમાં જાય છે. ફરી પાછો પોતાના કામમાં લાગી જાય છે.થોડીવારમાં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે.ખૂબ ઝડપથી પવન ફેંકવા લાગે છે.ત્યારે એ જ સમયે નીલને અવનીની યાદ આવે છે. અવની આવા વાતાવરણમાં ઠીક હશે કે નહિ એ જાણવા માટે એ પોતાનો મોબાઈલ લઇને સીધો અવનીને મેસેજ કરે છે પણ અવની સામે કઈ પણ રીપ્લાય આવતો નથી..
નીલ ઘણી વાર સુધી અવનીના રીપ્લાયની રાહ જોવે છે પણ રીપ્લાય આવતો નથી. જેથી નીલ અવનીને મેસેજ કરે છે.
Hi અવની, તું ઠીક છે ને ? કોઈ પ્રોબ્લેમ તો નથી ને ?
Take Care, તારું ધ્યાન રાખજે હો અવની અને મેસેજ મળે એટલે તરત જ મને પાછો રીપ્લાય આપજે.
નીલ અવનીને મેસેજ તો કરી દે છે પણ એના મનને જરાય શાંતિ થતી નથી. સતત ફોન ચાલુ કરી ને મેસેજ આવ્યો કે નહિ એ ચેક કરે છે, આમ તેમ આંટા મારે છે. અવનીની ચિંતામાં અને મેસેજ ના આવતા નીલ ગુસ્સામાં આવી જાય છે ત્યારે જ અચાનક મોબાઈલમાં એક ટોન વાગે છે ને નીલ તરત જ મોબાઈલ લઇ ને જોવે છે. મોબાઈલમાં ચેક કરતા જ અવનીનો મેસેજ નીલને દેખાય છે.
અરે નીલ , હું ઠીક છું. હું બહાર હતી અને ઉપરથી પાછો આ વરસાદ અને સાથે મારો ફોન પણ સાયલન્ટ હતો.
નીલ : અરે એમ કેમ સાઇલેન્ટ ફોન પાસે રખાય ? ફોન ચાલુ રખાય ને ? ખબર છે તને ક્યારની અહીંયા હું રાહ જોવ છું તારા મેસેજની...
ખબર નઇ પડતી કઈ ?
અવની : અરે નીલ ગુસ્સો ના કર અને કેમ રાહ જોવે છે મારા મેસેજ ની ?
નીલ : બસ એમ જ.
અવની : Okey
નીલ : તે આવીને જમ્યું ? તને કઈ થયું તો નથી ને ? બધું ઠીક છે ને ?
અવની : અરે નીલ બધું ઠીક છે.
નીલ : ઓકે.
અવની : ઓકે નીલ બાય. હું સુઈ જાવ છું.કાલે વાત કરું હો.... ગુડ નાઈટ....
નીલ : ગુડ નાઈટ, ટેક કેર.
નીલના આ વર્તનને કારણે અવની થોડી વાર વિચારમાં પડી જાય છે કે નીલ એ આટલો ગુસ્સો અને મને શા માટે ખિજાયો. બસ આમ વિચારતા વિચારતા અવનીને ઊંઘ આવી જાય છે.
નીલ તરફથી તો પ્રેમની શરૂઆતતો થઇ ગઈ હતી પણ અવનીના મનમાં શું છે એ નીલ ને ખબર ન હતી.
એક દિવસ સવારે બંને ઑફિસમાં કામ કરતા હોય છે. ઓફીસના ખર્ચાઓ, આવક અને નફા- નુકશાનની વિગતો કમ્પ્યુટરમાં લખતા હોય છે. એમાં એક વાર ૧૪૩ એમ એક રકમ આવતા અવની નીલને ૧૪૩ કહે છે અને આ સંભાળતા જ નીલ અવનીને બીજી વાર પૂછે છે કે શું કહ્યું ? અવની ફરી પાછુ ૧૪૩ બોલે છે. નીલ પણ અવનીને સામે જોઇને ૧૪૩ કહે છે પણ અવનીએ વાત પર ધ્યાન આપતી નથી. થોડીવારમાં બંન્ને એ કામ પૂરું કરી લે છે અને બંને પોતપોતાનું કામ પતાવી ઘરે જવા માટે નીકળી પડે છે. ( અવની પોતાના જોબ માટે એના સીટીથી અપ-ડાઉન કરે છે )
સાંજે નીલ જમીને પોતાના રૂમથી અવની ને મેસેજ કરે છે.
Hi અવની. તે જમી લીધું ? ક્યાં છે ?
થોડી વાર પછી અવની નો રીપ્લાય આવે છે. હા નીલ મેં મસ્ત જમી લીધું. તે જમ્યુ કે નહી ?
હા હો મેં પણ જમી લીધું. શુ કરે છે તું. નીલએ પૂછ્યું ?
અવની : બસ જો કઈ નહીં. ફ્રી થઈને બેઠી.તું કહે !
નીલ : એક વાત પુછું ?
અવની : હા ... હા... પુછ ને નીલ. એક વાત નહિ, દસ વાત પૂછ.
નીલ : શુ થયું પેલા મારા સવાલ નું. ?
અવની : કયો સવાલ ?
નીલ..અરે પેલો ૧૪૩ વાળો.
અવની : એટલે એમ કે મેં તને આજે સવારે કહ્યું હતું એ ૧૪૩ ?
નીલ : હા
અવની : પણ એ તો હિસાબમાં આવ્યું હતું એટલે કહ્યું હતું.
નીલ : પણ મેં તો તને ......
અવની : શુ મેં તને ? સાફ સાફ કે મને સમજાય એમ.
નીલ : જો અવની જે હશે એ સાચું કહીશ. આડા અવળું ફેરવીને મને કહેતા નથી આવડતું. તું મને બોવ જ ગમે છે. તું જ્યારે મારી પાસે હોય ત્યારે મને બધું જ સારું લાગે છે. તું હોય ત્યારે હું બોવ જ ખુશ હોવ છું. સવારે ઉઠતા જ તારા વિચારો આવે છે, રાત્રે જયારે પથારીમાં સુવા માટે જાવ ત્યારે પણ તારા જ વિચારો આવે છે, તું જયારે મારી સાથે ના હોય ત્યારે મને ક્યાય ગમતું નથી. તારી સાથે જયારે હું વાત કરું છું ત્યારે હું બધું જ ભૂલી જાવ છું. સાચું કહું ને તો હું તને દિલથી લાઈક કરું છું અને પ્રેમ પણ. તું મારા માટે એક દમ પરફેક્ટ પાર્ટનર છે. I really Love You. તું જયારે પહેલી વાર ઓફિસમાં આવી ત્યારથી તું મને ગમે છે. તારો જવાબ જે હશે એ મને મંજુર છે. તો તારો જવાબ શુ છે ?
( થોડી વાર સુધી અવનીનો રીપ્લાય આવતો નથી . નીલને ચિંતા થાય છે કે અવનીને મારી વાતનું ખોટું લાગી ગયું છે એટલે નીલ એક પછી એક સોરી વાળા મેસેજ અવનીને મોકલે છે. આ બાજુ અવની વિચારે છે. થોડા સમય બાદ અવની નીલ ને રીપ્લાય આપે છે )
અવની : જો નીલ તું ખૂબ જ સારો છોકરો છે. મને પણ તું બોવ જ ગમે છે પણ મારે થોડો સમય જોઈએ છે, કેમ કે મેં તને ક્યારેય એવી રીતે તો નથી જોયો પણ હા તું મને ગમે તો છે તો પ્લીઝ તું મને થોડો સમય આપીશ ? જેથી હું વિચારી શકું ?
નીલ : અરે હા ... હા ... કેમ નહિ ! તારે જેટલો સમય જોઈતો હોય એટલો લે . હું તારા જવાબની રાહ જોઇશ. તું શાંતિથી બધું વિચારી લે અને પછી જ મને જવાબ આપજે.
અવની : Thank You Neel.
નીલ : ચલ ગૂડ નાઇટ . હવે સુઈ જા.
અવની : હા નીલ બાય. તું પણ સુઈ જાજે વહેલા.
નીલ: હા અવની બાય...
આમ એક અઠવાડિયાનો સમય જતો રહે છે અને નીલ અવનીના જવાબની રાહ જોવે છે. જોત જોતામાં નીલની એક્ઝામ આવે છે.
( નીલ માસ્ટર ડીગ્રી કરતો હોય છે ) નીલ એમની પરીક્ષાની તૈયારી પણ કરે છે અને રોજબરોજની જેમ નીલ અને અવની વાતો પણ કરતા હોય છે. ખબર નહિ કે નીલના લક કેવા હશે પણ નીલની એક્ઝામનું સેન્ટર અવનીના સિટીમાં જ હતું. જેથી નીલ વધુ ખુશ થઇ જાય છે અને આ વાત એ અવનીને પણ જણાવે છે. નીલની એક મુબોલી બહેન પણ ત્યાં એક્ઝામ આપવા માટે આવેલી હોય છે. જેથી નીલ અને એમની બહેન સાથે એક્ઝામ આપવા માટે અવનીના સીટીમાં જતા હોય છે. આમ ધીરે ધીરે નીલના પેપર પુરા થવા લાગે છે એક દિવસ રાત્રે નીલ અવની વાતો કરતા હોય છે.
નીલ : અવની કાલે અમારું છેલ્લું પેપર છે તો પેપર પૂરું થયા બાદ હું ને મારી બહેન બહાર લંચ કરવા માટે જવાના છીએ તો જો તું ફ્રી હોય તો અમારી સાથે આવ. તો હું, મારી બહેન અને તું. આપડે ત્રણેય બહાર લંચ કરવા માટે જઈએ..
અવની : પણ નીલ કાલે જોબ છે. તો હું ઓફીસ પર જઈશ અને ઓફીસથી પાછી ફરીશ ત્યાં બે – અઢી વાગી જશે તો તમારે પણ જમવામાં મોડું થશે અને રાહ જોવી પડશે.
નીલ : અરે અવની એમાં શું મોડું. તને ખબર છે એમ અમારે એક વાગ્યે પેપર પૂરું થઇ જાય છે તો કઈ વધુ રાહ નહિ જોવી પડે.
અવની : પણ નીલ પોસીબલ ના થાય.
નીલ : અરે બોવ બધું ના વિચાર. તું આરામથી અહી પહોંચી જઈશ. આ વખતે આ તક મળી છે સાથે જમવાની તો મિસ ના કર. બસ આવી જા.
અવની : ઘણી માથાકૂટ બાદ અવની નીલ ને સાથે જમવા માટે હા પાડે છે. બંને વાતચીત કરીને સુઈ જાય છે.
કાલે નીલનું છેલ્લું પેપર છે પણ કાલે અવનીને મળવાનું છે એ વિચારી નીલને આખી રાત ઊંઘ આવતી નથી આવતી. બસ કાલે પેપર પૂરું કરી ક્યારે અવનીને મળવા જાવ અને ત્યાં જઈને અવની સાથે શું વાત કરું એ વિચારમાં પડી જાય છે. આ બધું વિચારતા વિચારતા એક નાની એવી ઝબકી લાગી જાય છે અને નીલ સુઈ જાય છે. હજી માંડ ઊંઘ આવે ત્યાં તો મોબાઈલમાં આલાર્મ વાગી જાય છે ને નીલ ઉઠી જાય છે. નીલ ઉભો થઈને જુએ છે તો સવાર પડી ગઈ હોય છે. નીલ ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઇ જાય છે અને થોડીવાર માટે રીવીઝન કરવા માટે બેસી જાય છે. થોડી વાર બાદ નીલ એક્ઝામ સેન્ટર પર જવા માટે નીકળે છે પણ મનમાં તો બસ એક જ વિચાર ચાલ્યા કરે છે કે હું અવની સાથે શું વાત કરીશ ? કેમ વાત કરીશ ? વગેરે વગેરે . આમ વિચારતા વિચારતા નીલ એક્ઝામ હોલ સુધી પહોંચી જાય છે નીલ પોતાનું પેપર સારી રીતે લખી લે છે. પેપર પૂરું થતા ફટાફટ રૂમની બહાર નીકળે છે. બહાર જતા નીલની પેલી બહેન એની સામે ઉભી હોય છે અને પૂછે છે.
ભાઈ અવની આવવાની છે અત્યારે...?
નીલ : હા વેઈટ અવનીને કૉલ કરી ને કનફોર્મ કરી લવ.
નીલ : હાઈ અવની. ક્યાં છે તુ ? આજે આવે છે ને ?.હું ને મારી બહેન તારી રાહ જોઈએ છીએ.
અવની : હા નીલ હું આવું જ છું પણ તારે મને બસ સ્ટેશન પર લેવા આવવી પડશે.
નીલ : અરે અવની. તું કહે ત્યાં હું તને લેવા આવીશ બસ. તું બસ સ્ટેશન પર પહોંચ એટલે મને કોલ કરજે. હું તને લઇ જઈશ.
નીલ : (ફોન મૂકે છે) હા બહેન અવની આવે છે પણ એને મારે પિક-અપ કરવા માટે જવું પડશે. તો થોડી વાર અહી રાહ જોઈ લઈએ અને અવનીનો કોલ આવે એટલે આપણે બંને એને પીક-અપ કરી આવીશું. ચાલશે ને?
હા ભાઈ કઈ વાંધો નહીં. એમાં શું.
દસ મિનીટ જતા અવનીનો કોલ આવે છે જેથી નીલ અને એની બહેન અવની ને લેવા જાય છે.થોડી વારમાં નીલ અને એની બહેન બસ સ્ટેશન પર પહોંચે છે. નીલની નજર તરત જ અવની પર પડે છે. અવનીને જોતા જ થોડો નર્વસ થઇ જાય છે કેમ કે પહેલી વાર નીલ અવનીને એકલા મળતો હોય છે.
અવની : યાર એટલું મોડું કોણ આવે ? હું ક્યારની ઉભી છું અહીં.
નીલ : અરે સોરી સોરી. સારું હવે ફટાફટ બેસી જા બાકી જમવામાં મોડું થશે.
ત્રણેય જણા રેસ્ટોરન્ટ પર પહોંચી જાય છે. નીલ અને અવની એક બીજાની સામે બેસે છે અને નીલની બહેન નીલની બાજુમાં બેસે છે. નીલ અંદરથી ખુબ જ ગભરાઈ છે કે મારા મનની વાત હવે અવનીને ફેસ ટુ ફેસ કેમ કહેવી. આજ વસ્તુ માટે તો સાથે જમવાનો પ્લાન કર્યો હતો. નીલ પોતાનામાં હિંમત એકઠી કરતો હતો અને બોલવા જતો હતો ત્યાં જ નીલની બહેન વચ્ચે બોલે છે.
ચાલો હવે ચુપચાપ બેસવાનું છે કે જમવા માટે ઓર્ડર પણ આપવાનો છે ?
***
કોઈની સાથે પ્રેમ થવો એ અઘરું નથી પણ પોતાના દીલની એ વાત એ વ્યક્તિને કહેવી જેને તમે પ્રેમ કરો છો એ બોવ અઘરું છે.પ્રેમમાં માણસ ઘણું બધું ભૂલી જતો હોય છે. એના માટે શું સારું છે અને શું ખરાબ એ પણ એમને ખબર નથી હોતી. બસ એ માણસને ફક્ત ખાલી પ્રેમ જ દેખાય છે. પ્રેમ કરવામાં વાંધો નથી પણ પ્રેમમાં પોતાની જાતને ભૂલી જવી એ ખોટું છે. અહી પણ નીલ આસપાસનું બધું જ ભૂલી ગયો છે. હવે એના માટે સારું છે કે ખરાબ, અવની શું જવાબ આપે છે એ જોઈએ ભાગ ૪ માં.