Arerati in Gujarati Thriller by Ankursinh Rajput books and stories PDF | અરેરાટી

Featured Books
  • The Omniverse - Part 7

    இந்நேரத்தில்… ஒரு மாற்று ஒம்னிவெர்ஸில்மாற்று ஒரு ஒம்னிவெர்ஸி...

  • உன் முத்தத்தில் உறையும் நெஞ்சம் - 1

    அத்தியாயம் -1 மும்பையில் மிகப்பெரிய பிரபலமான கல்யாண மண்டபம்....

  • The Omniverse - Part 6

    அடோனாயின் கடந்த காலம்அடோனா திரும்பி தனது தோற்றத்தின் ஒரு மறை...

  • The Omniverse - Part 5

    (Destruction Cube) அழித்த பிறகு,ஆதியன் (Aethion) பேய்கள் மற்...

  • The Omniverse - Part 4

    தீமையின் எழுச்சி – படையெடுப்பு தொடங்குகிறதுதற்போது, டீமன்களு...

Categories
Share

અરેરાટી

નામ તો એનું કોઈને યાદ નહીં હોય. સૌ એને મિયાં ભાઈ કહીને જ બોલાવતાં. મિયાં ભાઈ નું પડછંદ શરીર અને વિકરાળ આંખો જોઈને ભલભલાં ના હાડ થીજી જતા. નિર્દયતા માં તો ચંગીઝ ખાન પણ એની સામે પાણી ભરે.
એના ચમચાઓની ફોજ ઊભી થઈ ગઈ. આખું ગામ એને સલામ ભરે.

મોટા મોટા રાજકારણીઓ પોતાની ખુરશી ટકાવી રાખવા વિરોધીઓ ના ખૂન એની પાસે જ કરાવતા. કેટલાય કેસ અને કેટલીય F.I.R. છતાં કોઈ પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જઈ શકે એવો અધિકારી નોહોતો.

કેટલાય નિર્દોષો ના જીવ લીધા હતા એને પણ ક્યારેય તેને અફસોસ થયો ન હતો. આજે તો હદ જ થઈ ગઈ.

તેણે મંત્રી ના કહેવાથી આંદોલનના મોરચે buldoser ફેરવી ને કેટલાય ના ઢીમ ઢાળી દીધા હતા.

ઘરે પહોંચ્યો ત્યાં ખબર પડી કે
તેની એકની એક દીકરી રાબિયા મૃત્યુ પામી હતી.
તેના હ્રદય માં અરેરાટી વ્યાપી ગઈ.


તેણે ભૂતકાળ માં કરેલા ગુનાઓ તેને યાદ આવવા લાગ્યા અને જિંદગી થી ઘણો અફસોસ થવા લાગ્યો તેના મસ્તિષ્ક માં પારાવાર વેદના અને દુઃખ નો મહાસાગર ઉમટી પડ્યો .


તે સાવ એકલો પડી ગયો હતો જેને હવે કોઈ બોલાવવા પણ માંગતું ન હતું . આંખો દિવસ તેની દીકરી ની યાદ માં સૂનમૂન બેસી રહેતો અને કોઈક વાર કેટલાક આંસુ પણ ખરી જતા .


જેના નામ પર આખું શહેર ડરતું અને તેને મળવા મોટા મોટા રાજકારણીઓ પણ વાટ જોતા એને શેરી માં ના કૂતરાઓ પણ હડધૂત કરી રહ્યાં હતાં .



તેના જીવવાનો કોઈ અર્થ તેને સારી રહ્યો ન હતો.


તેને રાબિયા સાથે ની દરેક સ્મૃતિ તેના મગજ પર હાવી થઈ ગઈ હતી . હવે તેના જીવન માં એક જ મકસદ તેને સુજ્યો.


તે રાત્રે તેને નવી ભેટલઈને મંત્રીજી ને મળવાની પરવાનગી તેના અંગત સચિવ પાસે માંગી જે ચૂંટણી નજીક હોવાને લીધે કેટલાય વિરોધીને ડરાવવા માટે માંગી .


બસ સારા કપડાં પહેરીને મિયાં ભાઈ કટલોક સમાન લઈને નીકળી ગયાં .




મંત્રી એ ખંધુ હસતા કહ્યું


' તારે વિરોધ પક્ષ ના નેતા ની દીકરી ને કિડનાપ ' કરવાની છે

અને તેને બદલામાં ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની માગણી તારે કરવાની છે '


મિયાં ભાઈ પણ તેના કામ ને લઈ ઘડીક વિચારી હાં પાડી .

નિશાળે જતી એ ૧૨ વરસ ની દીકરી ને માણસો મોકલીને ઉઠાવી લીધી .


તેણે મંત્રી ને કહ્યું કે કામ થઈ ગયું અને પછી જ્યાં દીકરી ને રાખી હતી ત્યાં પહોંચી જોયું ક તેનો ચહેરો આબેહૂબ તેની પુત્રી જેવો હતો અને આ બાળા પણ તેની પુત્રી ની શાળા માં બહેનપણી હતી .

ભાઈ : તારું નામ શું છે બેટા


બાળા : ખુશી




ત્યાજ રબિયા નું બાળપણ તેને સાંભરી ગયું અને તેના ગળા માં ડૂમો ભરાઈ ગયો .

બસ તેજ ક્ષણે તેણે કઇક નિર્ણય લીધો.


મંત્રી ને મળવા તે તરત જ પહોંચી ગયો.



ખાદીના કપડા પહેરી ઊભેલા બેઠી દડી ના મંત્રી એ તેના ઘણા માણસોને ભાઈના કહેવાથી બહાર મોકલી દીધાં અને બોલ્યાં


" આ ઓપોસિસન વાળા માનતા નથી એટલે તું એની છોકરી ને પટાવી દે .

હવે આપડ એની કાઈ જરૂર નથી "


દાંત ખોતર ની થી કાન ખંજવાળવા નું મંત્રી એ ચાલુ કરી દીધું .


અને શુભ રાત્રિ બોલી ઊભો થયો .


બસ ભાઈએ રાખેલા સંયમ ના બંધ હવે તુટી ગયા.


કેટલાય ગરીબોનું લોહી ચૂસનાર મંત્રી ને તેણે તમંચા થી ઠાર કર્યો .



@અંકુર ગોલેતર ' અલિપ્ત '