બેધડક ઈશ્ક ભાગ 12
બીજા દિવસે પાર્થ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરમાં બનાવેલા નાનકડા મંદિરમાં દર્શન કરવા જાય છે અને ભગવાન ને પ્રાર્થના પણ કરે છે આર્યા અને તેની એકઝામ સારી જાય અને આર્યા નો ફર્સ્ટ રેન્ક આવે. આ જ હતો પાર્થ અને આર્યા નો સાચો અને અતૂટ પ્રેમ. પાર્થ નીચે તૈયાર થઇને બેઠકરૂમમા આવે છે અને ત્યાં રમેશભાઈ અને એકતાબેન ને પગે લાગી આશીર્વાદ લે છે . પાર્થના ચહેરા પર આજે ખૂબ જ તેજ હતું. એકતાબેન પણ આર્યા ને ફોન કરીને આશીર્વાદ આપે છે. હવે પાર્થ પરીક્ષા આપવા નીકળે છે અને આર્યા ના ઘરે પહોંચે છે. પાર્થ આર્યા ના ઘરે આવ્યો ત્યારે વિનોદભાઈ અને વંદનાબહેન સોફા પર બેસીને ન્યૂઝ જોતા જોતા ચા પી રહ્યા હતા. પાર્થ આવીને વંદનાબહેનને અને વિનોદભાઈ ને પગે લાગે છે. વિનોદભાઈ પાર્થને પોતાની પાસે બેસાડે છે અને ખબર નહિ પણ કેમ આજે જીવનમાં ખૂબજ ઉપયોગી સલાહ આપે છે. પાર્થ પણ ધ્યાનથી વિનોદભાઈ ને સાંભળી રહ્યો હતો. થોડી જ વારમાં આર્યા નીચે આવે છે. પાર્થ અને આર્યા હવે પરીક્ષા આપવા નીકળી જાય છે અને શાંતિથી અને ખૂબજ ઉત્સાહથી પરીક્ષા આપે છે. આમ ને આમ પરીક્ષા ના ચાર દિવસ વીતી જાય છે. બીજા દિવસે, સવારે પાર્થ એકદમ ફ્રેશ થઈને બેડ પર પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો કે કયારે કોલેજ શરૂ થઇ ને આજે કોલેજના ત્રણ વર્ષ પુરા પણ થઈ ગયા. પાર્થને કોલેજના એ દિવસો પણ યાદ આવી ગયા કે જયારે આર્યા અને તેના મનમાં પ્રેમની કૂંપળ ફુટી હતી. પાર્થ કોલેજ મા લેકચર અટેન્ડ કરી રહ્યો હતો પણ તેનું મન તો બીજે કયાક જ વિહાર કરી રહયું હતું. છેલ્લા કેટલાક દિવસથી તેની નજર આર્યા તરફ વધારે જઈ રહી હતી ને ઘરે પણ આર્યા ના વધારે પડતા વિચારો આવતા હતા. પાર્થે કરેલા બહોળા વાંચનને લીધે તે થોડાક જ સમયમાં સમજી ગયો હતો કે તે આર્યા ને પ્રેમ કરે છે પણ આ પ્રેમ એકતરફી હતો કે દ્વિતરફી તે હજી પાર્થ સમજી શકવા માટે અસમર્થ હતો. પાર્થ અને આર્યા આમ તો એકબીજાને ઓળખતા જ હતા પણ તેમના વચ્ચે વધારે સંપર્ક નહતો . પાર્થે વિચાર્યું કે હજી થોડો સમય પસાર થવા દઉં છું સમય પોતે જ મારા પ્રશ્નો ના જવાબ આપશે. આમ ને આમ પાર્થ ની પહેલી એકઝામ આવી જાય છે અને દસ દિવસનું રીડિંગ વૅકેશન પડે છે . આ દિવસોમાં પાર્થ સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય છે કે તેને સાચેજ આર્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ દિવસોમાં તેના આંખો સામેથી આર્યા નો ચહેરો હટતો જ નહોતો. પણ પાર્થ શક્ય તેટલો પ્રયત્ન કરી પૂરી મહેનત સાથે પરીક્ષા આપે છે . પણ પાર્થની આર્યા પ્રત્યે ની લાગણી સહેજ પણ ઓછી થઈ નહતી. હવે બીજું એક અઠવાડિયા સુધી વેકેશન હતું અને પછી એકઝામ નુ રિઝલ્ટ આવવાનું હતું. આ અઠવાડિયું પણ પાર્થ માટે પસાર કરવું અઘરું થઈ પડ્યું. આખરે પરિણામ નો દિવસ આવી ગયો. પાર્થ અને આર્યા જે કોલેજમાં ભણતા હતા તે કોલેજ એક રીતે અન્ય કોલેજ કરતાં અલગ હતી કે તેમાં રિઝલ્ટ લેવા માટે તમામ વિધ્યાર્થી દીઠ એક વાલીએ હાજર રહેવું પડતું. પાર્થ રમેશભાઈ સાથે રિઝલ્ટ મેળવવા માટે આવ્યો હતો અને આર્યા પણ વિનોદભાઈ સાથે આવી હતી . બધા સ્ટુડન્ટસ અને તેમના વાલીઓ ને એક મોટા ઓડિટોરિયમ મા એકઠા કરવામાં આવ્યા. હવે રિઝલ્ટ આપવાનો અને સ્કોલર વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. હવે સ્ટેજ પર એનાઉન્સમેન્ટ થાય છે: સો સ્ટુડન્ટસ એવરી યર વી ઈન્સ્પાયર એન્ડ ગીવ અ સ્મોલ ટ્રોફી ટુ ધ બેસ્ટ થ્રી સ્ટુડન્ટસ ઓફ ધ સિમેસ્ટર ઈન અવર કોલેજ . ધ થર્ડ સ્ટુડન્ટ ઈઝ મિ.ધ્રુવ આચાર્ય . ધ્રુવ ભટ્ટ આપણી ટીમ દ્વારા પસંદ કરાયેલા સૌથી બેસ્ટ સ્ટુડન્ટસ માથી ત્રીજા ક્રમે આવે છે અને અમે તેમને પોતાના વાલી સાથે સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. આટલું એનાઉન્સમેન્ટ થતા જ બધા જ કોલેજના છોકરાઓ જોરદાર તાળીઓ પાડવા લાગ્યા અને ચીચીયારીઓ પાડવા લાગ્યા કે ધ્રુવ નામના કોઈક છોકરાએ છોકરાઓની ઈજજત ટોપ થ્રી સ્ટુડન્ટસ માં આવી બચાવી લીધી. એનાઉન્સર: સાઈલેન્ટ પ્લીઝ . નાઉ વી આથ ગોઈંગ ટૂ ઈન્વાઈટ સેકન્ડ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સિમેસ્ટર આર્યા ઉપાધ્યાય. અને આટલી જાહેરાત થતા જ છોકરીઓ ઉભી થઈને તાળીઓ પાડવા લાગી અને આર્યાને અભિનંદન આપવા લાગી. પાર્થ પણ આ જાણી મનોમન ખુશ જ હતો. આર્યા વિનોદભાઈ સાથે સ્ટેજ પર જાય છે. આ કોલેજમાં છેલ્લા થોડાક સમયથી છોકરીઓ જ ફર્સ્ટ રેન્ક જાળવીને બેઠી છે. એટલે આ વખતે પણ બધા ને વિશ્વાસ જ હતો કે ફર્સ્ટ રેન્ક કોઈ છોકરીનો જ હશે . એનાઉન્સર: એન્ડ ફાઉનલી વી આર ઈન્વાઈટીંગ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સિમેસ્ટર નોટ મિસ બટ મિસ્ટર પાર્થ મહેતા એન્ડ હિઝ ફાધર રમેશભાઈ મહેતા ટુ એક્સેપ્ટ અવર ટ્રોફી ઓન ધ સ્ટેજ . આટલું એનાઉન્સ થતા જ આખી કોલેજના વિદ્યાર્થીઓ આશ્ચર્ય સાથે તાળીઓ પાડવા લાગ્યા. પાર્થ હવે રમેશભાઈ સાથે સ્ટેજ પર જાય છે. પાર્થ કયારનોય જોઈ રહ્યો છે કે આર્યા માત્ર તેની તરફ જ જોઈ રહી છે . રમેશભાઈ અને વિનોદભાઈ એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા. પાર્થ આર્યા અને ધ્રુવને વારાફરતી ઈનામ આપવામાં આવે છે. પાર્થ રમેશભાઈ સાથે અને આર્યા વિનોદભાઈ સાથે હવે સ્ટેજ પરથી નીચે આવે છે. વિનોદભાઈ આર્યા સાથે પાર્થની પાસે આવે છે અને વિનોદભાઈ પાર્થને ગળે લગાવીને તેની પીઠ થાબડે છે . પાર્થ વિનોદભાઈ ને પગે લાગે છે. રમેશભાઈ પણ આર્યા ને અભિનંદન આપે છે. વિનોદભાઈ: પાર્થ, બેટા આ જ રીતે જ મહેનત કરતાં રહેજો અને હંમેશાં આગળ વધતા રહો. વિનોદભાઈ અને રમેશભાઇ એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે. પણ આર્યા તો પાર્થની સામે જ જોઈ રહી હતી . પાર્થ તે જાણી ગયો હતો પણ હાલ પરિસ્થિતિ સમજીને તેણે આર્યા ને માત્ર હળવી સ્માઈલ આપી તેના સામેથી નજર ફેરવી લે છે. વિનોદભાઈ પાર્થની કાબેલિયત થી સારી રીતે વાકેફ જ હતા . તેમણે વિચાર્યું કે પાર્થનો નંબર લઈ લઉં તો કોઈક વખત કામ આવે. તેઓ પોતાનો ફોન કાઢે છે પણ કુદરતનું કરવું કે તેમના ફોનની બેટરી ડાઉન હતી. રમેશભાઈ એ આ જોઈને પુછ્યું,, વિનોદભાઈ કોઈને ફોન કરવો હોય તો આ લો મારો ફોન. વિનોદભાઈ: અરે ના ના રમેશભાઈ કોઈને ફોન નથી કરવો પણ પાર્થનો નંબર સેવ કરવો છે. વિનોદભાઈ આર્યાને પાસે બોલાવે છે અને પાર્થનો નંબર તેના ફોનમાં સેવ કરવા કહે છે. હવે પાર્થ ઘરે આવીને એકતાબેન ને ગળે લાગે છે. પાર્થ રૂમમાં આવીને વિચારે છે કે આજે આર્યા તેની તરફ જ જોઈ રહી હતી શુ આર્યા પણ પોતાના જેવી જ લાગણી અનુભવતી હશે?? પણ પાર્થ હાલ આ વિચાર પડતો મુકી વોટ્સએપ ચેક કરી રહ્યો હતો. તેણે પોતાના ફોનમાં જોયું કે કોઈક અજાણ્યા નંબરથી હાઈ નો મેસેજ આવ્યો હતો . તેણે ડીપી જોઈ તો તે નંબર આર્યા નો હતો અને આર્યા તેને આમ અચાનક જ મેસેજ કરશે તેવું તેણે વિચાર્યું પણ નહોતું. પછી પાર્થને યાદ આવ્યું કે તેનો નંબર વિનોદભાઈ એ આર્યા ના ફોનમાં જ સેવ કર્યો હતો. પાર્થ હવે આર્યાને શુ રિપ્લાઈ આપવો તે વિચારી રહ્યો હતો. તેણે પણ હાય લખી દીધું. પણ મેસેજ હજી આર્યા એ જોયો નહતો.
વધુ આવતા અંકે..... કેવી રીતે આર્યા અને પાર્થનો પ્રેમ આગળ વધ્યો તે જાણવા જોડાયેલા રહો આ નોવેલ સાથે...........
ધન્યવાદ.........💐💐💐💐💐💐.