બેધડક ઈશ્ક ભાગ-6
પાર્થ મુંબઈની ફલાઈટ મા બેસી જાય છે લગભગ સવા બાર વાગ્યે તે પોતાના હોટલમાં બુકિંગ કરેલા રૂમમાં પહોંચે છે અને તરતજ મમ્મી પપ્પા ને ફોન કરી જણાવી દે છે . અને ત્યારબાદ આર્યાને ફોન કરે છે એક જ રીંગ વાગી ત્યાં તો સામેથી આર્યા ફોન ઉપાડે છે. હલો પાર્થ મને તમારી ખૂબ યાદ આવે છે, મને પણ તારી યાદ આવે છે એટલે તો તને ફોન કર્યો છે હુ તને સમયે સમયે ફોન કરતો રહીશ. બોલ બીજું તો બધું બરાબર છે ને!અને હા આસ્થા નુ પેપર કેવું ગયું?હા તે કહેતી હતી તમારી આપેલી ટિપ્સ ના લીધે તેના સ્કોરિંગ વધ્યા છે., ઓકે કોન્ગ્રેટસ ટુ હર. અને તેને સાચવજે .મમ્મી પપ્પા ને મારી યાદ આપજે અને જયારે પણ મારી યાદ આવે ત્યારે મમ્મી ને મળી આવજે. ,સારું પાર્થ તમે તમારી તબિયત સાચવજો. ઓકે બાય માય સ્વીટહાર્ટ. આઇ લવ યુ આર્યા .અને બંને છેડેથી ફોન મૂકાઈ જાય છે. હવે પાર્થ થોડો ફ્રેશ થવા જાય છે અને આવીને શ્રુતિ ને ફોન કરે છે. હલો શ્રુતિ હુ મુંબઈ પહોંચી ગયો છું, ઓકે તૉ પાર્થ હવે તારે બે વાગ્યે એક ઑફિસર ને મળવા જવાનું છે તેની માહિતી હું તને મોકલી દઉં છું.પાર્થે જોયું તો તેને ઑપરેશન ના જ એક માણસ અર્જુનને મળવા જવાનું હતું. તે બે વાગ્યે અર્જુને બતાવેલા સ્થળ પર પહોંચે છે. અર્જુન પાર્થને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને તેને એક કેદી બતાવે છે. પાર્થ તેને ધ્યાનથી જુએ છે .હવે તેઓ બંને અર્જુનના ઘરે આવે છે ત્યાં બંને કોફી પીવે છે. અર્જુન પાર્થને પોતાના રૂમમાં લઈ જાય છે . ત્યાં અર્જુને પાર્થ ને કેટલીક વસ્તુઓ બતાવી જે પેલા કેદી અને સ્લીપર સેલ ને લગતી હતી. તેમાં કોઈ ખાસ વસ્તુઓ તો નહોતી પરંતુ એક કાગળ હતો જેમાં જુદા જુદા રંગના ટપકાં કરેલા હતા અને બીજું હતું એક લોકેટ જે ખ્રિસ્તીઓ ના ચર્ચ મા જોવા મળતા ક્રોસ આકાર નુ હતું અને તેમાં દિલ આકારનુ નાનુ બોક્ષ હતું . તેમાં એક નાનુ કાગળ હતું જે કોરું હતું .પાર્થે તે કાગળ પર હાથ ફેરવી ચેક કર્યું તો તેને કંઈક અલગ જ કાગળ લાગ્યું. અર્જુને કહ્યું સર માત્ર આ બે વસ્તુઓ જ પેલા કેદી પાસેથી મળી છે અને આ કેદી પહેલા પણ પકડાયેલો છે પણ તે વખતે પુરાવાના અભાવે તે છૂટી ગયો પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે સ્લીપર સેલ સાથે કંઈક તો સંબંધ ધરાવે છે. પરંતુ તેની પાસેથી સાવ આવી કામ વગરની નકામી વસ્તુઓ મળશે તેવું વિચાર્યું નહોતું. પાર્થે અર્જુનને કહ્યું, અર્જુન આ વસ્તુઓ સામાન્ય નથી મને લાગે છે આ સ્લીપર સેલ નો સંચાલક ખૂબજ તેજ દિમાગનો છે હું તમને સમજાવું છું. એમ કહી પાર્થ અર્જુનને કહી પોતાની બેગ લેવા જાય છે અને તેમાંથી અમુક શીશી કાઢે છે તેમાંથી કંઈક પ્રકારનું મિશ્રણ બનાવે છે અને લોકેટ માથી નીકળેલા કાગળ પર લગાડે છે અને મૉખ પર એક રહસ્યમયી હાસ્ય જોવા મળે છે. તે અર્જુનને કહે છે. અર્જુન આ કાગળ પર શેના વડે લખેલું છે તે મને ખબર પડી ગઈ છે. હવે હું આ કાગળ પરનુ લખાણ દ્રશ્યમાન કરવા જઈ રહ્યો છું એમ કહી તેણે એમોનીયમ થેલમેટ નુ દ્રાવણ તૈયાર કર્યું અને કાગળ પર લગાવ્યું. હવે કાગળ પર લખેલું સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. અર્જુન તો પાર્થની હોશિયારી થી દંગ જ થઈ ગયો. તે કાગળ પર બે લોકોના નામની કોઈ આઇડી લખેલી હતી. હવે પાર્થ વિચારી રહ્યો હતો કે આ આઇડી શાની છે . તેણે પોતાના મિત્ર રાહુલ ને વૉટ્સેપ પર આ આઈડી મોકલી તથા ચેક કરવા કહ્યું. થોડી વારમાં જ રાહુલ નો ફોન આવ્યો .તેણે જણાવ્યું કે આ પ્રકારની આઇડી ફેસબુક અથવા ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ની હોય છે પાર્થે તરત જ લેપટોપ કાઢી ઈન્સ્ટાગ્રામ પર આ બંને આઇડી સર્ચ કરી પરંતુ કોઇ પણ એકાઉન્ટ આ આઇડી થી લિન્ક નહોતું. તેણે ફેસબુક પર આઇડી સર્ચ કર્યા તો બંને એકાઉન્ટ મળી ગયા . તે એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી લેપટોપ બંધ કર્યું. અને ફરીથી પેલો કાગળ લીધો તેમાં લખેલા ભાગ સિવાય પણ કેટલાક ડાઘ પડ્યાં હતાં. તેણે ફરીથી બીજું એક રસાયણ બનાવી તે કાગળ પર લગાવ્યું તો એક લિંક મળી પણ તે કોઈ વેબસાઈટ ની જણાતી નહતી તેણે આ લિંક રાહુલ ને મોકલી અને ચેક કરવા જણાવ્યું. પાર્થે અર્જુનને કહ્યું આપણે લગભગ આ પ્રથમ લોકેટ નુ રહસ્ય ઉજાગર કરવાની નજીક જ છીએ. ત્યારબાદ પાર્થ અને અર્જુન બીજી કેટલીક ઑપરેશન ની ફાઇલ પર સહી કરવા ગયા અને પછી થોડી વાર ગપ્પાં માર્યા. હવે લગભગ પાંચ વાગ્યા હતા. પાર્થે હવે રાહુલ ને ફોન કર્યો. હલો રાહુલ પેલી લિંક શાની છે. અરે પાર્થ આ લિંક એક ટેક્સ્ટ ફાઈલની છે પરંતુ આ ફાઇલ હાલ સંપૂર્ણ રીતે લોક છે લગભગ અડધો કલાકમાં હું મારા સોફ્ટવેરની મદદથી તેનો પાસવર્ડ તોડી દઈશ અને તને ફાઈલ મોકલી દઈશ . ત્યારબાદ પાર્થે ફેસબુક એકાઉન્ટ ચેક કર્યા તો તેની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ હતી. હવે તે આ બંને એકાઉન્ટ ની પોસ્ટ જોઈ શકતો હતો . તેણે બંને એકાઉન્ટ નુ એનાલિસિસ કર્યું તો જાણવા મળ્યુ કે આ બંને એકાઉન્ટ જે છોકરા અને છોકરી ના છે તેમના કાલે સાંજે લગ્ન છે તેણે તરતજ અર્જુનને બોલાવ્યો અને આ વાત જણાવી .અને બંને જણાએ જે કંકોત્રી પોસ્ટ કરી હતી તે પણ બતાવી. ત્યાં જ રાહુલનો મેસેજ આવ્યો પાર્થે ફાઈલ ઓપન કરી. તે ફાઈલમાં લખેલું હતું. :::Blast Bombay::: તેમાં આગળ મરાઠીમાં લખેલું હતું જે અર્જુનને વાચતા આવડતું હતું. તે મેસેજ અર્જુને શબ્દશઃ કહી સંભળાવ્યો:તેમના લગ્નનો દિવસ ઘણા મુંબઈવાસીઓ માટે તેમના જીવનનો અંતિમ દિવસ બનવો જોઈએ. ઉડાવી તો મુંબઇને . આપણા લોકો તૈયાર જ છે. આ પરથી પાર્થ સમજી તો ગયો કે આવતી કાલે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે. હવે તેમના પાસે સમય ખૂબ ઓછો હતો. અને બીજા ટપકાવાળા કાગળ નુ રહસ્ય તો હજી અકબંધ હતું. પાર્થે તરત જ તે કાગળ ઉઠાવ્યું તો તે કાગળને લાઈટ તરફ રાખી જોવાથી કંઈક આકૃતિ દેખાતી હતી .તેણે આ અર્જુનને પણ બતાવ્યું . અર્જુન સમજી ગયો કે આ તો મુંબઈનો નકશાનો આકાર છે .પાર્થે તરત જ ગૂગલ મૅપ ઑપન કર્યું અને મુંબઈનો નામનિર્દેશન સાથેનો અને તે કાગળ જેટલી જ સાઈઝનો નકશો પ્રિન્ટ કર્યો તે નકશા પર ટપકાવાળા કાગળને રાખી જોવા લાગ્યો થોડા સમય પછી તેના મુખ પર હાસ્ય ઉપસી આવ્યું. તે કાગળ પર જુદા જુદા રંગના ટપકાં હતા તે રંગો ને મેઘધનુષ્ય ના રંગના ક્રભ પ્રમાણે ગોઠવી દરેક ટપકાને ક્રમ આપ્યો અને મુંબઈના નકશા પર કાગળ ગોઠવી જે જગ્યાએ ટપકા હતા તે જગ્યાને ટિક કરી .પાર્થે અર્જુનને કહ્યુ . અર્જુન જો કાલે આ બાર સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થવાના છે અને બધી જ જગ્યાઓ મારી જાણ મુજબ ખૂબજ ભીડભાડ વાળી છે . હવે મને આ આતંકવાદી ઓનો પ્લાન સ્પષ્ટ રૂપે સમજાઈ ગયો છે. અર્જુને ચેક કર્યું તો બધા જ સ્થળ ભીડભાડ વાળા જ હતા. પાર્થે કહ્યું ,પણ અર્જુન હુ કહું તે રસ્તા પર થોડું રિસ્ક છે.....
વધુ આગળના ભાગમાં.......
મિત્રો આ થ્રિલર લવ સ્ટોરી ને આગળ વધારવામાં ઘણી મહેનત લાગી રહી છે તો મારી આપની એક વિનંતી છે કે તમે તમારી માત્ર પાંચ સેકન્ડ આપી આ નવલકથા ને રેટીંગ આપી મારો ઉત્સાહ વધારજો. તમે મારો સંપર્ક gizapodul@gmail.com દ્વારા કરી શકો છો અને હા આપના પ્રતિભાવ તથા સૂચનો મને ખૂબજ મદદ કરી રહ્યા છે.
ધન્યવાદ......💐💐💐💐💐.