Friendship 2 in Gujarati Love Stories by Pandya Ravi books and stories PDF | ફેન્ડશીપ - 2

Featured Books
Categories
Share

ફેન્ડશીપ - 2

પહેલા ભાગને આગળ વધારી.જેમ છેલ્લે કિષ્ના કીધું કે કાલે વાત કરશું.બીજે દિવસે સવારે કિષ્નાએ ફોન કર્યુ.પણ કોઇ કારણોસર ફોન રિસિવ ના થયો.રામે પછી તેનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે જોયું કે તરત જ તેને કિષ્નાને ફોન કર્યો.કિષ્નાએ ફોન રિસિવ કર્યો.

કિષ્ના અને રામ વચ્ચે શરુઆતમાં થોડી થોડી નાની સુની રકઝક થઇ,પછી બંને પોતાની વાતો આગળ ચાલું રાખી.
રામ તેને મળવાનું કીધું તો કિષ્નાએ પહેલા તો કીધું કે ઘેર થી બહાર નહી આવવા દે .રામે કીધું કે કોઇને કોઇ બહાનું કાઢીને આવવા માટે કહયું.કિષ્નાએ કીધું કે હું પ્રયત્ન કરૂ છું.કિષ્ના આવી ના શકી તેથી રામ તો ખુબ દુ : ખી થઇ ગયો.

પછી ફોન પર વાત કરી ત્યારે પહેલા તો બંને ખુબ જ ઝઘડયા પછી જેમ તેમ કરીને મામલો શાંત પડી ગયો.હવે બંને નકકી કર્યું આ વખતે તો ગમે તેમ થાય પણ આપણે ફરવા જઇને જ રહીશું.જે ક્ષણની વાત જોતા હતા તે સમય આવી ગયો. એક દિવસ કિષ્નાને ઘરના બધા મેમ્બરોને અચાનક કોઇ કારણોસર બહાર જવાનું થયું.કિષ્નાને પણ કીધું પણ કિષ્નાએ કોઇને કોઇ બહાનું કાઢીને ઘેર રહેવાનું પસંદ કર્યુ.પછી તો કિષ્નાએ ફોન કરી બધી વાત કરી ત્યારે તો રામ ના મનમાં જાણે લાડુ ફુટયા હોય તેવો આનંન્દિત થઇ ગયો.

રામે વિચાર કર્યુ હશે કે હવે તેની સાથે વાત ચીત કરવાનો , બેસવાનો નિરાંતે સમય મળ્યો છે, તો તેનો ઉપયોગ ભરપુર કરી લઇશ.જે દિવસોનો ઇંતજાર હતો તે દિવસ આવી ગયો હતો.રામ બ્લેક જીન્સ , રેડ શર્ટ , રેડ બુટ પહેર્યા અને પોતાના ઘરમાંથી બહાર નીકડયો. બાઇક સ્ટાર્ટ કરી અને કિષ્ના ઘર તરફ તેજ ગતિ થી રફતાર પકડી અને તેના ઘર પર પહોંચી ગયો.

રામે ઘર નો ડોર બેલ વગાડી ત્યારે અંદરથી ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે તેની નજર કિષ્ના પર પડી. કિષ્નાએ લાલ કલર નો શોર્ટ કપડા પહેરીયા હતા.તેના હોઠ પર લાલ કલરની લિપસ્ટિક આ જોઇને રામ તો જાણે પાગલ થઇ ગયો હોય તેવી ફિલિંગ આવવા લાગી.રામ અંદર ગયો .

કિષ્નાએ પુછયું કે
તમે ચા પીશો ને ?
રામે : હા પાડી.
કિષ્ના : હું પહેલા આપણે બંને માટે ચા બનાવી લાવું
રામે : ના પહેલા આપણે વાતો કરીએ પછી ચા
કિષ્ના : તમે બહાર થી આવ્યા પહેલા થોડીક વાર બેસો
રામે : હા તો તેમ કર

કિષ્ના પોતાના કિચનમાં ચા બનાવવા ગઇ . ત્યાંથી રામ બેઠો.કિષ્ના ચા બનાવી આવી એટલે બંને સાથે ચા પીધી .હવે બંને કિષ્નાના રોમમાં ગયા અને બંને નિરાંતે વાતો કરવા લાગ્યા.વાતો કરતાં કરતાં તેનો કિષ્નાને પ્રપોઝ કરી દીધી .કિષ્નાએ પ્રપોઝ સ્વીકારી લીધું . આમ બંનેની મિત્રતા માંથી પ્રેમ તરફની સફરનો પ્રારંભ થઈ ચુકયો હતો.બંને મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.બંને એકમેક બનીને એક બીજા ને જોઇ રહયા હતા.

પછી કિષ્ના કહયું કે હું પણ તમને ખુબ જ પ્રેમ કરૂ છું અને કરતી રહીશ. રામે તેના પ્રયુત્યરમાં જવાબ આપ્યો કે હું પણ તને ખુબ જ પ્રેમ કરૂ છું.બંને એકબીજાને ચોતી ગયા , એક બીજામાં ખોવાઇ ગયા.થોડીક વાર થઇ એટલે કિષ્ના કહયું કે હાલો બહાર આપણે ફરવા જઇએ.રામે પુછયું કયાં જશું ત્યારે કિષ્ના એ કહયું કે આપણી જયાં પ્રથમ મુલાકાત થઇ હતી ત્યાં જઇને આપણે બેસીએ . ત્યાં મને પણ ખુબ મજા આવે છે અને તમને પણ.પછી બંને કિષ્ના ઘેર થી બાઇક પર બેસીને નીકળે છે.બંને ગાર્ડનમાં જઇને પોતાની પહેલી મુલાકાતની યાદો તાજી કરે છે.થોડા સમય પછી કિષ્ના કહે છે કે હવે ઘેર જવું પડશે ઘરના લોકો આવતા જ હશે.પછી રામે કિષ્નાને તેના ઘર પર ઉતારી ત્યાંથી પોતાના ઘર તરફ ગયો.
હવેની વાત ત્રીજા ભાગમાં.