ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 56શિર્ષક:- નેગીલામાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 56."નેગીલામા"પહેલાં જણાવ્યું તેમ ટેકરા મઠ એટલે સૌના માટે આશ્રયનું સ્થાન, કોઈ સંપ્રદાયભેદ નહિ. તેની ઉદારતાનું કારણ તેના સંચાલક સ્વામી મંગળગિરિજી હતા. ધર્મ-ઝનૂનનું, માન્યતા-ઝનૂનનું નામ નહિ. કોઈ પૂર્વગ્રહ કે દુરાગ્રહ નહિ બધી જ ધાર્મિક માન્યતાઓને જાણે કે તે ઘોળીને પી ગયા હોય અને બધી માન્યતાઓ થોથાં માત્ર હોય, અને આ થોથાં માટે લોકો લડી મરતાં હોય તેવી તેમની પ્રતીતિ. ટેકરા મઠ સેંકડો વર્ષ પ્રાચીન હોવાથી જીર્ણ થઈ ગયેલો. ત્રીજો માળ તો ખંડેર થઈ ગયેલો.આવા ખંડેર ઓરડામાં એક તિબેટના લામા રહે. નામ નેગીલામા