પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 3

  • 578
  • 244

યશ હવે માત્ર ત્રણ જ વર્ષમાં શહેરની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન કંપની  'અમર ઇન્ફ્રાકોન' નો 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' બની ગયો હતો. તેની નવી ઓફિસ ગિફ્ટ સિટીના એક ટાવરમાં હતી, જ્યાંથી સાબરમતી નદીનો મનોરમ્ય કિનારો દેખાતો હતો. ત્રણ વર્ષ પહેલાં, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, સારા માર્ક્સ અને GATE ની સફળતાએ તેને આ નોકરી અપાવી હતી.... નોકરી મળ્યાનું પહેલું વર્ષ તો ફક્ત શીખવામાં નીકળી ગયું.મટીરીયલની ક્વોલિટી ચેક કરવી, લેબર સાથે વાત કરવી, સરકારી નિયમો સમજવા... પરંતુ યશની ખૂબી હતી તેની ધગશ. તે માત્ર 'કામ પૂરું કરવું'  તેમાં નહોતો માનતો, તે 'કામ શ્રેષ્ઠ રીતે કરવું'  તેમાં જ માનતો. તેને ઘણીવાર પોતાની જાત સાથે વાત કરવાની