ધ્વનિ શસ્ત્ર - ભાગ 11

  • 554
  • 166

"શેનો અવાજ?" જોસેફ પણ હતપ્રભ બની ગયો.જે ફોટો ફ્રેમ નીચે પડી હતી એ જોસેફ ના પરિવારનો ફોટો હતો. પણ આશ્ચર્ય ની વાત એ હતી કે એ ફોટો માં જોસેફ જ ન હતો.એ ફોટો ફકત માં અને બાળકો નો હતો.જોસેફ ફોટો જોઈ હતપ્રભ બની ગયો. મહિપાલ સિંહે ફોટો ની માંગ કરતા જોસેફ તેને ફોટો આપે છે. કુતરો પણ ફોટા ને સુંઘી પછી ચુપ થઈ ગયો. પછી અચાનક જ રડવાનું શરૂ કરી દીધું."હે.. હે..સેમ.." મહિપાલ સિંહે કુતરાને બોલાવ્યો પણ એ તો વિચિત્ર અવાજની સાથે ભસતો અને રડતો જ રહ્યો."આ કુતરાને શું થયું?" જોસેફે કુતુહલતાવશ પુછ્યું."આ તો પ્રશિક્ષણ પામેલું કુતરું છે. પણ‌ શું