અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -22

“ સાવી..મારી આઈ..અનેપેલો મહાત્રે ડ્રોઈંગરૂમમાં બેસી હા હા હી હી કરી રહેલ..મારી આઈ એનાં ખોળામાં બેઠી એની સાથે મસ્તી કરી રહી હતી.. સારું  છે હજી થોડા મર્યાદામાં બેઠાં હતા..હવે મર્યાદા ..સંયમ કોને કહેવાય આઈ જાણતીજ નહોતી.. મને એલોકોનો સંવાદ સંભળાતો હતો..આઈ કહી રહી હતી..” મારી સરલા હવે બદલાઈ ગઈ છે મેં એનામાં આમૂલ પરિવર્તન લાધ્યું છે એ હવે સારા બની ગઈ છે..આજે મારું કહ્યું માન્યુ છે હું એની માં છું અત્યારનો સમય કેવો છે અને એ સાવ સાદી સીધી રહેતો..આ જમાના સાથે બાથ કેવી રીતે ભીડશે? બાપ વગરની છોકરીને સમાજ કોઈ બીજીજ નજરે જુએ..એના કરતા એ સમાજને ઓળખે સમજે અત્યારનો પવન