ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સમય બપોરે લગભગ 3. મિનિટ નાથદ્વારા ની એક જાણીતી ધર્મશાળા "સોનુ આ બધું શું માંડ્યું છે?" મોહિનીને કઈ જ સમજાતું ન હતું. "મોહુ, તું ચૂપચાપ તમાશો જો, અને હા નીના ભાભી, સિચ્યુએશન એ જ છે જે શોલે ફિલ્મમાં હતી, 'જબ તક તુમ્હારે પાંવ ચલેંગે, તુમ્હારી સાસે ચલેગી ઔર, જબ તુમ્હારે પાંવ રુકેગે, તો એ તમંચા ચલેગા." પોતાના જીન્સ પેન્ટમાં છુપાવેલ તમંચો બહાર કાઢતા સોનલે કહ્યું. એના હાથમાં અચાનક તમંચો જોઈને મોહિનીની આખો ચકળવકળ થવા માંડી. જયારે નાઝ ગભરાઈ ગઈ એની