સંઘર્ષ - પ્રકરણ 14

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ   પ્રકરણ – 14 – વિષદેવરાય હલ્લી   રાજકરણે સ્વતંત્રતાનો જે મંત્ર સહુથી પહેલીવાર ફત્તેસિંહનો ગઢ ગામના લોકોમાં ફૂંક્યો હતો, તે જ મંત્ર તે તેની કલ્પનાના ગુજરદેશના વિવિધ ગામોમાં ફરીફરીને ત્યાંની જનતાને આપવા લાગ્યો. એની આશાથી અનેકગણી સફળતા એને મળવા લાગી. જેમ જેમ રાજકરણ વધુને વધુ ગામોમાં ફરતો હતો અને પોતાની વાત રજૂ કરતો હતો તેમતેમ તેની વાણીની ધાર વધુ તેજ થવા લાગી હતી.