નારદ પુરાણ - ભાગ 45

  • 520
  • 154

સનત્કુમારે આગળ કહ્યું, “ત્યારબાદ કળા દૃઢ વજ્રલેપ સમાન રાગને ઉત્પન્ન કરે છે, જેથી તે વજ્રલેપ-રાગયુક્ત પુરુષમાં ભોગ્ય વસ્તુ માટે ક્રિયાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી એનું નામ રાગ છે. આ સર્વ તત્વો દ્વારા જ્યારે આ આત્માને ભોકતૃત્વ દશે પહોંચાડવામાં આવે છે ત્યારે તે ‘પુરુષ’ આવું નામ ધારણ કરે છે. ત્યારબાદ કળા જ અવ્યક્ત પ્રકૃતિને જન્મ આપે છે, જે પુરુષ માટે ભોગ ઉપસ્થિત કરે છે. અવ્યક્ત જ ગુણમય સપ્તગ્રંથી (કલા, કાલ, નિયતિ, વિદ્યા, રાગ, પ્રકૃતિ અને ગુણ એ સાત ગ્રંથીઓ છે અને એમને જ આંતરિક ભોગ-સાધન કહેવામાં આવે છે.) વિધાનનું કારણ છે.         ગુણ ત્રણ જ છે, અવ્યક્તમાંથી જ તેમનું પ્રાકટ્ય