ભીતરમન - 37

  • 1k
  • 1
  • 640

મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ અમે લોકો એ બંગલે રહેવા ગયા હતા. આદિત્ય આ નવા ઘરે આવ્યા બાદ ખૂબ ખુશ હતો. ફળિયુ અને હોલ એકદમ મોટો હોવાથી એ છૂટથી ગમે ત્યાં રમી શકતો હતો. ધીરે ધીરે આડોશપાડોશમાં પણ બધા બાળકો સાથે એને મિત્રતા થઈ ગઈ હતી. ભણવામાં એનું ચિત ઓછું હતું આથી એ કોઈ ને કોઈ રમતમાં જ પોતાનો દિવસ પસાર કરતો હતો. પંદરેક દિવસમાં આખું ઘર હવે ગોઠવાઈ ગયું હતું. જેટલો જરૂરી હતો એટલો જ સામાન અહીં જામનગર લાવ્યા હતા. ખંભાળિયાના મકાને પણ અમુક સામાન રાખ્યો હતો જેથી અચાનક ત્યાં જવાનું થાય તો કોઈ