પ્રેમ સમાધિ - પ્રકરણ-113

(16)
  • 1.5k
  • 1
  • 936

પ્રેમ સમાધિ પ્રકરણ-113 કાવ્યા અને કલરવ વિજયની સીક્યુરીટી વ્યવસ્થા ચૂસ્ત થયાં પછી નિશ્ચિંત થઇ ગયાં હતાં. કાવ્યા કલરવને કહી રહી હતી હવે કોઇ ચિંતા નથી ભય કે ડર નથી પાપાએ બધો પાક્કો બંધોબસ્ત કરી દીધો છે છતાં તારો ચહેરો આમ કેમ પડી ગયો છે ? એવી તને હજી શેની ચિંતા છે ? વળી તારાં પાપા અને મારાં પાપા હવે તો સાથે છે તેઓ સાથે જ અહીં આવી રહ્યાં છે. ભાઉ સાહેબનો પણ ફોન આવી ગયો આપણી શીપ સાથે બધાં જ અહીં આવી રહ્યાં છે. બોલને કલરવ શું ચિંતા છે ?” કલરવે કહ્યું "કાવ્યા સાચું કહું ? મને નાનપણથી કોઇ ભવિષ્યની ઘટના ઘટવાની હોય