પ્રેમસમાધિ પ્રકરણ-111 વિજયનો પર્સનલ મોબાઇલ રણક્યો.. વિજયે નારણ સાથે હજી હમણાં વાત કરી પોતાનાં રેગ્યુલર મોબાઇલ બાજુમાં મૂકી એનો પર્સનલ મોબાઇલ હાથમાં લીધો. વિજયનાં પર્સનલ મોબાઇલમાં ક્યારેકજ ફોન આવે પણ જે આવે એ ખૂબ અગત્યનાં હોય. એણે જોયું રામભાઉનો ફોન છે વિજયે પૂછ્યું "હાં રામભાઉ બોલો શું થયું ? સામેથી રામભાઉ ખૂબ ગંભીરતાથી બોલી રહેલાં વિજય શાંતિથી સાંભળી રહેલો પણ એની ભમરો સખ્ત થઇ ગઇ એનાં દાંત કચકચાવા માંડ્યા એને ખૂબ ગુસ્સો આવી રહેલો... એણે કહ્યું “ભાઉ અહીં ભૂદેવ ભાનમાં છે હવે ડોક્ટર ગ્રીન સીગ્નલ આપે એટલે અહીથી સીધો દમણ જવાજ નીકળું છું તમે અહીંનો વ્યવહાર પતાવી શીપ પણ દમણ લઇ લો