નારદ પુરાણ - ભાગ 36

  • 880
  • 1
  • 290

નારદે કહ્યું, “હે સનંદન, સૌવીરરાજા અને જડભરત વચ્ચે શો સંવાદ થયો તે કૃપા કરીને જણાવો.”         સનંદન બોલ્યા, “રાજાએ જયારે ‘હું કોણ છું’ તે વિષે વધુ વાત કરવા કહી ત્યારે  બ્રાહ્મણ બોલ્યા, “રાજન, ‘અહં’ શબ્દનું ઉચ્ચારણ જીભ, દાંત, હોઠ અને તાલુ જ કરતાં હોય છે, પરંતુ એ બધાં ‘અહં’ નથી; કારણ કે એ બધાં તે શબ્દના ઉચ્ચારણમાં જ હેતુ છે. તો પછી શું આ જિવ્હા આદિ કારણો દ્વારા આ વાણી જ પોતે પોતાને ‘અહં’ કહે છે? ના, તેથી આવી સ્થિતિમાં તું તગડો છે આમ બોલવું કદાપિ ઉચિત નથી.         રાજન, માથું અને હાથ-પગ આદિ લક્ષણોવાળું આ શરીર આત્માથી પૃથક જ