ભીતરમન - 15

  • 1.5k
  • 1
  • 990

તેજાની વાત સાંભળી હું ખુબ જ દુઃખી થઈ ગયો, મેં તેજાને કહ્યું, "આ સાત દિવસનો મારો પ્રેમ સંબંધ ઝુમરીનું જીવન બરબાદ કરી ગયો! અમારી ફક્ત ત્રણ જ મુલાકાત મને ત્રણેય લોકનો એ સાતેય જન્મનો સાથ બાંધી મને એના વિરહની વેદનામાં બાંધી જતી રહી. હું એ દિવસે મંદિરે ઝુમરીનો સાથ મને જીવનભર મળે એ પ્રાર્થના કરવા જ ગયો હતો, અને હું ફક્ત ભગવાનના દર્શન જ કરીને આવી ગયો! મને શું ખબર કે ભગવાન આવો મને તડપાવશે! હું ઝુમરીના પ્રેમની ભીખ માંગી લેત! કાશ! બાપુએ મને પણ મારી નાખ્યો હોત!""બસ, કર વિવેક! બસ કર... કુદરત શું કરે એ એને ખબર જ હોય!