નાયિકાદેવી - ભાગ 26

  • 958
  • 628

૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગડા ગામની ધર્મશાળામાં સાંજ તો રસોઈ પકવવામાં વીતી ગઈ, પણ રળીયામણી રાત્રિ આવી ત્યારે દિવસે ખાવા ધાતા રેતસાગરની રાત્રિની શોભા નિહાળીને સૌ છક્ક થઇ ગયા! ઉપર આકાશમાં તારા નથી, પણ જાણે સાચા હીરા જડ્યા છે, એની પ્રતીતિ આંહીં રેતસાગરમાં થતી હતી! ડાભીએ ઉપરટપકે જોયું તો તેને લાગ્યું કે મીરાનની ટોળીમાં કંઈ ખાસ માણસ ન હતા – ત્રણચાર નોકર જ હતા. એને નવાઈ લાગી. મીરાન એમને વારંવાર દેવપંખાળાની સંભાળ લેવાનું કહેતો હતો. ગંગ ડાભીને દેવપંખાળો જોવાનું મન થયું. એને લાગ્યું કે આ સોદાગર દેવપંખાળાની વારંવાર વાત કરે છે, એમાં કોઈક રહસ્ય