નાયિકાદેવી - ભાગ 15

(11)
  • 1.2k
  • 860

૧૫ વિંધ્યવર્માનો સંદેશો પાટણના રાજમહાલયને જોતાં રાજકવિ બિલ્હણને અનેક વાતો સાંભરી આવી. આ એ જ રાજમહાલય હતો, જ્યાં એક દિવસ માલવાના મહાસેનાપતિ કુલચંદ્રે અભિમાનભરી સિંહગર્જના કરી હતી. પાટણના મહાઅમાત્યને ખુદ પાટણમાં નીચું જોવરાવ્યું હતું અને આજ એ જ રાજમહાલય પાસે, પાટણના માલવ મંડલેશ્વરના એક પ્રતિનિધિ તરીકે પોતે આવી રહ્યો હતો! સમય કેટલો નિષ્ઠુર અને દયાહીન છે! ક્યાં રાજા ભોજ! ક્યાં નરવર્મ દેવ! ક્યાં કુલચંદ્ર! વિંધ્યવર્મા અને ક્યાં પોતે! માલવના અભ્યુદયના મહાન સ્વપ્નના સ્વપ્નદ્રષ્ટા લેખે, એ પોતાના સ્વપ્નને મૂર્તિમંત બનતું જોવા ઘણો ઉત્સુક હતો. પણ મહાકાલ ભગવાનની કૃપાદ્રષ્ટિ એને જણાતી ન હતી.  નર્મદાતીર પ્રદેશના માલવ વિભાગમાં વિજ્જ્લદેવ દંડનાયક હતો. વિંધ્યવર્મા સાથે