નાયિકાદેવી - ભાગ 8

  • 1.7k
  • 1.2k

૮ પાટણની હવા ધારાવર્ષદેવને આ નવો જ અનુભવ હતો. ઘણું જ જરૂરી ન જણાયું હોય તો એ આવી રીતે જવાનું પસંદ જ કરત નહિ. હમણાં હમણાં પ્રહલાદન વિશે અનેક વાતો ચંદ્રાવતીના જૈનોમાં વહેતી મુકાયેલી હતી. ભગવાન શંકરનો એક નંદી કરવા માટે એણે ધાતુની બેચાર પ્રતિમાજીઓ ગળાવી નાખી હતી એમ છૂટથી બોલાતું હતું. એ વાત ઊડતી-ઊડતી આંહીં આવી ગઈ હોવી જોઈએ. ચંદ્રાવતી તો પાદર જ ગણાય. એટલે આ પ્રસંગે જ્યારે વાતાવરણ આટલું ઉકળાટવાળું હતું ત્યારે કોઈ ને કોઈ પક્ષની આંખે ચડવા માટે, હાથે કરીને ઘોડે ચડીને જવું, એ પોતાનું કામ બગાડવા જેવું હતું, ને મહારાજના આ નિધનના સમાચાર મળતાં ગયા વિના