અ - પૂર્ણતા - ભાગ 35

  • 1.7k
  • 4
  • 966

વિકીના ચિત્રમાં દિલવાળા ટુકડામાં લાઈટ થઈ અને તેમાં પોતાનો ફોટો જોઈ રેના અચંબિત થઈ ગઈ. પોતાની સામે ઘુટણ પર બેઠેલા વિકીને અને ચિત્રને તે વારા ફરતી જોઈ રહી. આ બાજુ મિશાએ વિકી અને રેનાને આગળ પાછળ જ બહાર નીકળતા જોયાં. જો કે મિશાને લાગ્યું કે રેના વોશરૂમ ગઈ હશે પણ ઘણી વાર થવા છતાંય રેના પાછી ન આવી એટલે તે રેનાને શોધવા નીકળી. શોધતાં શોધતાં તે ગાર્ડન સુધી પહોંચી ગઈ પણ અહી આવીને જે નજારો તેણે જોયો એ તેની કલ્પના બહાર હતો. વિકી રેના સામે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો હતો આ જોઈ મિશાનું હદય ટુકડે ટુકડાં થઈ ગયું.