ભાગવત રહસ્ય - 60

  • 646
  • 284

ભાગવત રહસ્ય-૬૦   કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં આવતાં નથી. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે.       ભાગવત ના નવમા સ્કંધ સુધી સાધન (મર્યાદા) ભક્તિનું વર્ણન છે.દશમા સ્કંધમાં સાધ્ય (પુષ્ટિ) ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ-(પુષ્ટિ ભક્તિ) પ્રભુને બાંધે છે. વ્યવહાર જ ભક્તિમય બને છે. જેના વિયોગમાં દુઃખ થાય –તો માનજો –ત્યાં તમારો સાચો પ્રેમ છે. પરમાત્માના