ભાગવત રહસ્ય - 47

  • 638
  • 232

ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હોઈશ.મારા પિતા નાનપણમાં મરણ પામેલા.તેથી મને મારા પિતા બહુ યાદ નથી.પણ મારી મા એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલના બાળકો સાથે રમતો.મારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થતાં-અમે જે ગામમાં રહેતા હતા-ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા.   ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. કહ્યું કે- ચાર મહિના અમારા ગામમાં રહો. તમારા જ્ઞાન-ભક્તિનો અમને લાભ આપો.અને સંતોને કહ્યું-આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ.તે તમારા વાસણ માંજ્શે-કપડાં ધોશે-પૂજાના ફૂલો લાવશે.ગરીબ વિધવાનો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે.   “સાચાં સંત મળવા મુશ્કેલ છે-કદાચ