ભાગવત રહસ્ય - 24

  • 924
  • 378

ભાગવત રહસ્ય-૨૪   ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.   ઉત્તમ પાઠના છ અંગ છે. અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર,પદચ્છેદનું જ્ઞાન,ધીરજ,લયનું સામર્થ્ય અને મધુર કંઠ, પાઠ શાંત ચિત્તે કરવો,ઉતાવળથી સમજ્યા વગર ના કરવો.ગોકર્ણ કહે છે કે-'પિતાજી પ્રાતઃ કાળમાં તમે પરમાત્માની સેવા કરો,ધ્યાન કરો. ધ્યાન કરતાં કંટાળો આવે,મન છટકી જાય તો કિર્તન કરો.રોજ રાતે ભાગવતના દશમ સ્કંધ(કૃષ્ણ લીલા) નો