ભાગવત રહસ્ય - 22

  • 932
  • 474

ભાગવત રહસ્ય-૨૨   ભાગવતની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.જરા વિચાર કરો તો સમજાશે-કે-માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઇ શકે છે.આત્માનો દેવ બને તે આત્મદેવ.આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે.   મનુષ્ય શરીરમાં રહેલો –જીવ-દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ- બની શકે છે.આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ- દેવ- બને છે. ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર ધુન્ધુલી(બુદ્ધિ) જોડે