ભાગવત રહસ્ય - 12

  • 1.1k
  • 560

ભાગવત રહસ્ય-૧૨   શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે. સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.       જ્ઞાનમાર્ગમાં પરમાત્મા દ્રષ્ટા (જોનાર-જેમ કે આંખ- જુએ છે-જોનાર છે) છે, તે દ્રશ્ય (જે દેખાય છે તે) નથી.જે સર્વનો દ્રષ્ટા છે,સર્વનો સાક્ષી છે,એને કોણ જોઈ શકે ? ભક્તિમાર્ગમાં ભગવાન દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે. ભગવાન બધાને જુએ છે.પણ ભક્તનો પ્રેમ વધે છે તેથી તે દ્રશ્ય પણ બને છે. ભક્તિ ભગવાનને- દ્રશ્ય- બનાવે છે.   “આપ