કાંતા ધ ક્લીનર - 16

  • 2.2k
  • 1.5k

16.બીજો દિવસ. 'એ શા માટે આવું પૂછતો હશે? મારે પોલીસે મને શું શું પૂછ્યું એ એને જણાવવાની જરૂર ખરી? આમ તો એ જ અત્યારે મારી નજીક છે. પણ એને બધું કહેવાની જરૂર નથી લાગતી.' એમ વિચારતી કાંતા આજે પણ મોનાના ચાર્જમાં હોવા છતાં ટ્રોલી લઈ સાતમે માળ ગઈ. તેનાથી 712 માં ગયા વગર રહેવાયું ન હતું. લીફટનું બારણું સરક્યું પણ સરખું ખૂલ્યું નહીં. તેણે ફરીથી ડોર ઓપનનું બટન દબાવ્યું. ડોર ખૂલતાં ખ્યાલ આવ્યો કે કોઈ પોલીસ આડો ઊભેલો. તેના કુલાઓ લિફ્ટનાં બારણાં પર ટેકવીને. બહાર કેવી રીતે જવું? તે કોઈ સાથે ફોન પર ગુસપુસ વાતો કરતો હતો. તેના પગ પર