અ - પૂર્ણતા - ભાગ 19

  • 2.2k
  • 1
  • 1.6k

જોરદાર ગરબા પછી રેનાએ બધાને જમવા માટે પાછળ ગાર્ડનમાં જવા કહ્યું. વિકી તરત જ રેના પાસે પહોંચી ગયો. હજુ તો તે કઈ બોલે એ પહેલા જ રેના વિકીનો હાથ પકડી બોલી પડી, "તારો જેટલો પણ આભાર માનું ઓછો છે યાર, આજે તું ના હોત તો મારા ડાન્સનો તો ફિયાસ્કો જ થઈ જાય. બાય ધ વે, કહેવું પડે હો, તું તો કેટલું મસ્ત ગાઇ છે. અમને તો આવી ખબર જ ન પડત કોઈદી, જો આજે આ ગરબડ ન થઈ હોત તો." વિકી તો રેનાએ એનો હાથ પકડ્યો એથી ઊંચા આસમાનમાં જ ઉડવા લાગ્યો જાણે. એમાંય રેનાનો મધુર ઘંટડી જેવો અવાજ, ગરબાના