અ - પૂર્ણતા - ભાગ 15

  • 2.3k
  • 1
  • 1.8k

વેલકમ પાર્ટી માટે બધા જમાં થઈ ગયાં હોય છે. વિકી બધાને શોધે છે ત્યાં જ પરમ પાછળથી આવી તેને ધબ્બો મારે છે. વિકી કહે છે કે તે તો ડરાવી દીધો. તો પરમ એવું કહે છે કે એ કામ તો હેપ્પીનું છે. એટલામાં ફરી પાછળથી અવાજ આવ્યો, "કોણ ડરાવે છે?" વિકી અને પરમે પાછળ ફરીને જોયું તો હેપ્પી પોતાના બન્ને હાથ કમર પર રાખી ઊભી હતી અને એક નેણ ઉંચો કરી પુછી રહી હતી. તેને જોઈ વિકી ગભરાઈ ગયો કે જો આને સાચું કહીશ તો એ કાલની જેમ વિફરી જશે. "અરે... એ...તો..આ પરમ...પરમ છે ને હમણાં મને ડરાવી ગયો." માંડ માંડ