ખજાનો - 32

  • 1k
  • 1
  • 694

" ઓય ચિબાવલી..! એ હજુ તારી ભાભી થઈ નથી.!" " થઈ નથી તો શું થયું..! પણ તમારો વ્યવહાર જોઈ તો એવું લાગી રહ્યું છે કે તે મારી ભાભી જરૂર થશે..!" જોનીને ખીજવતાં લિઝાએ કહ્યું. તેની વાત સાંભળીને જોની હસવા લાગ્યો. " અહીં આપણે વધુ સમય ન બગાડવો જોઈએ. ચલો ફટાફટ રાજદરબારમાં જઈએ.!" કહી જોની ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. બાકીના પણ તેની સાથે ઉતાવળે ચાલવા લાગ્યા. થોડે આગળ જતાં જ બે પહેરેદારે તેઓને રોકયાં. " ઉભા રહો..! તમે લોકો આ પ્રદેશના તો નથી લાગતા..! ક્યાંથી આવ્યા છો ? શા માટે આવ્યા છો ?" એક પહેરેદારે કહ્યું. " અમે, હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ.