ઉડાન... એક સકારાત્મક વિચારોની - 16

  • 964
  • 332

વસંત ખીલી ઉઠી ભાગ 1 મુંબઈના પોશ વિસ્તારમાં રહેતો પ્રણવ તેના આખા દિવસના વ્યસ્ત શિડયુલમાંથી માત્ર રવિવારે જ ફ્રી પડતો. રવિવારે જ તે પોતાના મન ગમતાં કામ કરી શકતો. રવિવારનો દિવસ હતો. ગગનચુંબી ઈમારતમાં તે ચૌદમાં માળે રહેતો હતો. ત્યાંથી તે આખા મુંબઈને એક નજરે પોતાની આંખોમાં સમાવી શકતો. સવારના સાત વાગ્યા હશે. તે કૉફીનો મગ લઈ બાલ્કનીમાં આવ્યો. આહલાદક વાતાવરણની ખુશ્બુ જાણે પ્રણવના તન અને મન બન્નેમાં તાજગી ભરતાં હોય તેવું પ્રણવ મહેસુસ કરતો. આખા મુંબઈ પર એક મીઠી નજર નાખી તેણે કૉફીની એક ચૂસકી ભરી. ત્યાં જ તેની નજર બિલકુલ તેની બાજુની બાલ્કની પર ગઈ. થોડીવાર માટે જાણે