ઉડાન... એક સકારાત્મક વિચારોની - 13

  • 1.1k
  • 450

વિશ્વાસ એક સુંદર મજાનું ગામ હતું. તે ગામની બાજુમાંથી એક નદી વહેતી હતી. આમ તો નદીમાં પાણી સામાન્ય રહેતુ. પરંતુ ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદ પડવાથી નદી પાણીથી છલકાતી. તે ગામમાં એક શાકવાળો રહેતો. તે રોજ શાક વેચવા નદી પાર કરીને બીજા ગામમાં જતો હતો. એક દિવસ ગામમાં સાધુ મહારાજ આવ્યા. ગામના બધા જ લોકો તે સાધુને મળવા જતા. સાધુ લોકોને જ્ઞાન આપતા. જ્ઞાનના બદલામાં લોકો સાધુને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપતા. આમ, બે જ દિવસમાં આખા ગામના લોકો સાધુને મળી આવ્યા અને જ્ઞાન મેળવી દક્ષિણા આપી આવ્યા. તે જ ગામનો શાકવાળો તે દિવસે સાંજે પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે