ત્રિભેટે - 4

  • 1.9k
  • 940

પ્રકરણ 4વીસ વર્ષ પહેલાં**********************************વડોદરાની એમ .એસ યુનિવર્સિટીમાં ત્રિપુટીએ ઈન્જીન્યરીંગમાં એડમીશન લીધું કવનને એ જમાનામાં ટોપ ગણાતાં આઈ.ટી ફેકલ્ટીમાં , તો નયનને કોમ્પ્યુટરમાં અને સુમિતને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જે લીસ્ટમાં થર્ડ હતી. આજ કારણે એ બંને એ પણ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એડમિશન લીધું. પોતાના ગામ ગંગાપુર થી વલસાડની પ્રખ્યાત સ્કુલમાં ભણવા અને ઈન્જીન્યરીંગ માં એડમીશન લેવા વાળા પણ એ પ્રથમ.નયન બોલકો, પૈસાપાત્ર ખેડૂત પરિવારનું ફરજંદ , એની વાક્ચતુરાઈ આંજી નાખે તેવી.કવન શાંત , સૌમ્ય લાગણીશીલ , વાંકડીયા વાળ , માંજરી આંખો ..ગૌર રંગ.મિત્રો સાથે ખૂબ ખીલતો પણ નવાં મિત્રો બનાવવા અને લોકોમાં ભળવાનો ખચકાટ.સુમિત કસરતી બાંધાનો , દ્ઢ નિર્ણય શક્તિ વાળો,