દરિયા નું મીઠું પાણી - 26 - મામેરું

  • 1.4k
  • 576

‌‌ એનું મૂળ નામ તો ત્રિભોવન પણ,અપભ્રંશ થઈને તભો એમાંથી થભો અને છેલ્લે થભલો થઈને ઉભું રહ્યું.એ આઠ વરસનો હશે એ વખતે એની મા મૃત્યુ પામેલી.થભલાનો બાપ ઘોડાનો વેપારી અને અફીણનો પાક્કો બંધાણી.વળી‌‌ એનો ધંધો પણ એવો કે આખો વિસ્તાર એને ઓળખે. ‌થભલાની માના મોત પછી બરાબર એક વરસે નજીકના ગામની પરણેતરને લઈને થભલાનો બાપ ભુગર્ભમાં ઉતરી ગયો. એને એના એકનાએક દીકરાનો પણ વિચાર ના આવ્યો.થભલો સાવ એકલો પડી ગયો.હજી માંડમાંડ થોડી સમજ ધરાવતો થભલો કાકા કુટુંબ અને ગામલોકોના રોટલાના કટકે બારેક વર્ષનો થયો ત્યાં જ કુટુંબીજનોનાં કડવાં વેણ સંભળાવવા લાગ્યાં. 'તારા બાપે તો આખા પરિવારનું સમાજમાં નાક કપાવ્યું પરંતુ