સવાઈ માતા - ભાગ 57

  • 1.6k
  • 1
  • 782

રમીલાની કેબિનમાં એ આગંતુક મનન હતો. હંમેશા વેશભૂષા, વાળ અને દમામ પાછળ વધુ ધ્યાન આપતો, જાણે મોડેલ બનવાની ઈચ્છા ધરાવતો હોય એવું પ્રતિબિંબિત કરતો તે આજે નખશીખ કોર્પોરેટ જગતનો મેનેજમેન્ટ કક્ષાનો યુવક દેખાઈ રહ્યો હતો. તેનાં થોડું જેલ વાપરીને વ્યવસ્થિત રીતે સેટ કરેલ વાળ, કોરું, સ્પષ્ટ રીતે દેખાતું તેજસ્વી કપાળ, આછા આસમાની રંગના ફુલ સ્લીવ શર્ટ અને આછાં ખાખી-ગોલ્ડન વચ્ચેના શેડવાળા ફોર્મલ પેન્ટસમાં તે સોહી રહ્યો હતો. તેની આંગળીઓમાં સુદર્શન ચક્રની જેમ ફરતી ચાવી ન હોતાં એક ફાઈલ સુઘડતાથી પકડેલ હતી. બીજા હાથમાં નાનકડી કેનવાસ બેગમાં પાણીની બોટલ અને કાંઈ બીજું પેકેટ મૂક્યું હોય એમ લાગતું હતું. હંમેશની જેમ સૂરજ