સફર - 2

  • 2.2k
  • 1.3k

જેટલેગ અને તંદ્રામાં સાનિધ્ય ભૂતકાળની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હતો.અમદાવાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજનો પહેલો દિવસ.એજ દિવસે દિલમાં દસ્તક દઈ ગયેલી વાવાઝોડા જેવી છોકરી પાંખી.નિખાલસ , સ્પષ્ટવકતા ને નિર્દોષ.ફ્રેશર્સ પાર્ટીમાં સાનિધ્યની કવિતા પર ઓળઘોળ.એકાદ મહિનામાં તો મનન અને તેની નાનપણની જોડી ત્રિપુટી બની ગઈ ને સાનિધ્ય સની. વણલખ્યાં વણબોલ્યાં કરારમાં બંને એક તાંતણે બંધાઈ ગયાં.મા- પા થી કંઈ ન છુપાવતાં સાનિધ્યનાં ઘરમાં પણ પાંખી એક સભ્ય તરીકે ઉમેરાઈ ગઈ. એકબીજાની આદત,ચાર વર્ષમાં કેટલી યાદો, પીકનીક, પ્રોજેક્ટની દોડધામ કે કલ્ચરલ ફેસ્ટિવલ.દરેક જગ્યાં એ આ કપલ ફેમસ.ક્યારેક ઘરે આવી હોયણત્યારે થોડી જીદ્દી, થોડી નાસમજ પાંખીને સની સાથે ઝગડી જોઈ માને ક્યારેક ચિંતા થતી....છેલ્લાં