સપ્ત-કોણ...? - 18

  • 2.1k
  • 1k

ભાગ - ૧૮શ્રીધર હજી એની પાછળ ચાલતો થયો ત્યાં સામેથી આવતા ઘોડાની હણહણાટી સંભળાઈ. જેમ જેમ ઘોડાના ડાબલાનો અવાજ મોટો થતો અને નજીક આવતો સંભળાતો ગયો તેમતેમ શ્રીધર અને માલિનીના હૃદયના ધબકારા તેજ થતા ગયા....કેડીની એક કોર ઉભા બેય દૂરથી દેખાઈ રહેલા ઘોડેસવારને આશ્ચર્યથી જોઈ રહ્યા. જેમ જેમ સવાર નજીક આવતો ગયો તેમ તેમ શ્રીધર અને માલિનીની આંખો અને મોઢું પહોળા થઈ ગયા. ઘોડા પર સવાર વ્યક્તિ એક ડચ વ્યાપારી હતો, એના સફેદ શર્ટની ફ્રિલ કાળા કોટની બહાર ડોકાઈ રહી હતી, ઘૂંટણ સુધીના કાળા બુટ જે અત્યારે માટીથી ખરડાયેલા હતા, માથે કાળી હેટ, ગળામાં સોનાની સાંકળથી બાંધેલી ઘડિયાળ કોટના ઉપલા