ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 13

  • 2.1k
  • 926

(અગાઉના ભાગમાં જોયું કે સ્મશાનમાં વિધિ કરવા ગયેલા ભમરાજીને ભેમાના ભૂતે ભગાડ્યા. તળાવની પાળે બેભાન થઈ ગયેલા તેમને ચેલાઓ મંદિરમાં લઈ ગયા. અમે પણ ચોરીછૂપીથી ઘેર આવીને સૂઈ ગયા. હવે આગળ....) ***************** રાતવાળી ઘટનાની વાત આખા ગામમાં ફેલાતાં વાર ન લાગી. દિવાળીનો દિવસ હજી તો ઊગીને સરખોય નહોતો થયો ત્યાં તો મંદિરે લોકોની ભીડ જમા થવા લાગી. ત્યાં જઈને ઘર તરફ આવતા લોકો પણ અવનવી કહાનીઓ લઈને આવતા હતા. . ************** "સું થ્યું ભમરાજીને લ્યા..?" મંદિરેથી પાછા ફરતા એક યુવાનને એક કાકાએ પૂછ્યું. "તમોન ખબેર નહીં કે સું ધનજીભા..?" યુવકે સામો પ્રશ્ન કર્યો. "અલ્યા ખબેર હોત તો તને પૂસોત સું