ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 10

  • 2k
  • 882

(અગાઉ આપણે જોયું કે ભમરાજીને પાઠ ભણાવવાની અમારી યોજનાનો સમય આવી ગયો હતો. તેના ભાગ રૂપે આજે કાળીચૌદસની અડધી રાતે હું, ચંદુ, પથુ અને ભેમો સ્મશાન સુધી આવી પહોંચ્યા હતા. હવે આગળ... ) *************** સ્મશાનની સામે ખિજડાથી થોડે દૂર એક દીવો સળગતાં જ અમે સાવધાન થઈ ગયા. પથુ અમારી વચમાં આવીને લપાઈ ગયો. ચંદુ અને મેં એકબીજાના હાથ મિલાવતાં "હવે જે થવું હોય તે થાય." નો નિશ્ચય કરી નાંખ્યો. ભેમો નિશ્ચિંત ઊભો હતો. થોડીવાર અમે એમ જ લપાઈને બધું નિરીક્ષણ કરતા રહ્યા. દીવો સળગે જતો હતો. બાકી બધું શાંત હતું. "માસ્તર.. હવે..?" ચંદુની ધીરજ ખૂટતાં સાવ ધીમા અવાજે તેણે મને