અમદાવાદ... મહાનગરોમાનુ એક શહેર , કીડીઓની ની જેમ ઉભરાતા માણસો .અને તેનાથી પણ બમણી સંખ્યામાં ઉભરાતી હોય તેમ લાગતી રીક્ષાઓ .સવારના પાંચ થી માડીને રાતના એક સુધી વાહનોની ઘરેરાટીમા મળી જતો માનવ- મહેરામણનો કોલાહલ .જેટલી વધુ ફિલ્મો જુઓ એટલી દેશે વધુ પ્રગતિ કરી છે એવું સૂત્ર અમદાવાદીઓએ જાણે કે પોતાના જીવનમાં ઉતારી દીધું હતું. કાકરીયા તળાવ કે બાલ વાટિકા ,પ્રાણીસંગ્રહાલય કે ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો કરતા વિશેષ ગીરદી આ સમયે સિનેમા ગ્રહોની આગળ રહેતી હતી .ને ફિલ્મ ની ટિકિટ ન મળી હોય તેવા ફિલ્મ રસિકોની માઞને સંતોષવા,' કાળા બજારિયા' નામની એક બિન કાયદેસર સંસ્થા પણ ઉદભવી હતી જેના સહારે