હાસ્ય લહરી - ૮૩

  • 2.1k
  • 872

સ્વ.ચુનીલાલ મડિયા સાથે સ્વપ્નીલ મુલાકાત...! જુવાન જોધીયાઓને સર્વાંગ સુંદર સુંદરીના સ્વપ્ના આવે તો ભલે આવે, હરખાવાનું..! ઉતરતા લોહીવાળાએ જાણીને કટાણા મોંઢા નહિ કરવાના, અદેખાય કહેવાય..! ‘ફાટ ફાટ યુવાનીમાં સુંદરીના સ્વપ્ના નહિ આવવાના, તો સુપર્ણખાં ના આવવાના..? આપણે હવે બેડાઈ ગયેલી કેરીના આંબા કહેવાય, માટે મંજીરા જ વગાડવાના બોસ..! સમય સમયે ચોઘડિયાં બદલાય, ટાંકણા બદલાય, એમ ઉમર થાય એટલે સ્વપ્નાના આકાર ને ડીઝાઈન પણ બદલાય..! સમય અને પ્રકૃતિના સંબંધ, નણંદ-ભોજાય જેવાં. ક્યારે એકમેકમાં ઢળી જાય, ક્યારે ભળી જાય ને ક્યારે કલર અને કરવટ બદલે, એના કોઈ ભરોસા નહિ. દરિયાની રેતીમાં આંગળી-ચારો કરીને અક્ષરજ્ઞાન પાથરતાબાળકને તો તમે જોયો છે. બાળકની કક્ષા સુધી