બ્લાસ્ટ

  • 2.4k
  • 2
  • 1k

આજે બુધવાર હોવાથી અનુ એ ઘરના વડીલો માટે તો મગ ભાત ચુલ્લે ચડાવ્યા હતા તો વળી નાની રિવા ને ટિફિનમાં ભીંડા બટાકા નું શાક જોઈતું હતું તો એ સમારવાનું તેણે શરૂ કર્યું રિવા અને અનિલને અનુના હાથનું બનાવેલું ભીંડા બટાકા નું શાક અતિપ્રિય હતું અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો બંને બાપ દીકરી ચોક્કસ તેમનું આ ફેવરિટ શાક બનાવવાની ફરમાઈશ કરે અને તે બનાવડાવે જ ગમે તેવા વ્યસ્ત હોવા છતાં અનુ પણ તે બંનેના માટે હરખથી એ બનાવે અનિલ અને રિવા ની નાની નાની વાતોનું પણ તે ખૂબ સારી રીતે ધ્યાન રાખે તો સાથે સાથે ઘરમાં વડીલ સાસુ-સસરાના પણ શું