સવાઈ માતા - ભાગ 42

  • 3.5k
  • 2
  • 2.2k

નવો સંસાર માંડેલ આ દંપતિને કૉલેજ તરફથી વધુ એક કામ સોંપાયું. લીલાએ પોતાનું કૉલેજનું આર્ટવર્ક કરવા રામજી તથા મેઘજીનાં ગામમાં રહેતાં બીજાં કેટલાંક સાથીઓને બોલાવી લીધાં હતાં. તેઓ કૉલેજનાં જ કામ પૂરતાં શહેર આવ્યાં હોવાથી તેઓની રહેવાની વ્યવસ્થા હંગામી ધોરણે કૉલેજનાં જ બે ખાલી રહેલ ક્વાર્ટર્સમાં થઈ ગઈ. લીલાની આગેવાની અને પ્રિન્સીપાલ મેડમની સૂચના હેઠળ કૉલેજનાં એડિટોરિયમ, ઓપન એર થિયેટર, દરેક માળની લૉબી, ભોજનખંડ અને પ્રાર્થનાખંડ તેમજ વિદ્યાર્થીઓની હૉસ્ટેલ તથા પ્રોફેસર્સ અને અન્ય કર્મચારીઓનાં ક્વાર્ટર્સનાં બહારનાં ભાગ અદભૂત પિથોરા આર્ટથી શોભી ઊઠ્યાં. આ બધું કાર્ય પૂર્ણ થતાં લગભગ સવા વર્ષ જેવો સમય લાગ્યો. તે દરમિયાન થયેલા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ