"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૧) (ભાગ-૧૧) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાના પુત્ર ભાવિકને જોવા માટે રેખા અને એની ભાણી ઈશિતા આવે છે.તેઓ પ્રભાનો ઈન્ટરવ્યુ લે છે.જે પરથી પ્રભા આનાથી છુટકારો કેવીરીતે મળે એ વિચારતી હોય છે એ વખતે ઘરનો બેલ વાગે છે.. હવે આગળ... પ્રભાવ ઘરનો દરવાજો ખોલે છે. જોયું તો એક સુંદર મહિલા સાથે સુંદર યુવતી હતી. મહિલા:-"પ્રભાનું ઘર છે?" પ્રભાવ:-" હા,આપ કોણ?" મહિલા:-" હું પ્રભાની સહેલી રાખી." રાખીનો અવાજ સાભળતા પ્રભા ઉભી થઈ ને દરવાજે ગઈ. પ્રભા હસીને બોલી:-" આવ આવ રાખી વેલકમ. કેટલા વર્ષો પછી જોઉં છું.હજુ પણ હેમા જેવી