દેગામ પાટડી આહીર બલિદાન

  • 3.9k
  • 1
  • 1.5k

દેગામ પાટડી આહીર બલિદાન પાંચસો વર્ષ પહેલા પાટડીના રાજા શત્રુશલ્યજીએ પોતાના બાપનું વેર લેવા સંભર (મારવાડ) પર જગસા નાગપાળ ડાંગરના દિકરા લાખા ડાંગરની આગેવાની હેઠળ આહીરોની સેના સાથે આક્રમણ કર્યુ હતું. પાટડીનો રાજા શત્રુશલ્ય પોતાના પિતાના મિત્ર જગસા ડાંગરનો ખુબ આદર કરતો હતો. પરંતુ તેના દિકરા લાખા ડાંગર અંગે વિરોધીઓની વાતો સાંભળી તેના મનમાં સંશય થવા લાગ્યા હતા. વિરોધી સાથે શત્રુશલ્યની રાણી પણ ભળતા રાજાના મનમાં આહીરો અંગે પૂર્વગ્રહ બંધાવા લાગ્યો હતો. સંભરને ઘેરો ઘાલીને બેઠેલા રાજા શત્રુશલ્યજીને અચાનક પાટડીથી રાણીનો સંદેશો મળતા લાખા ડાંગરને સંભરની જવાબદારી સોંપી બાકીની સેના સાથે પાટડી પાછો ફર્યો હતો.રાજા શત્રુશલ્ય સેના સાથે પાટડી પહોંચતા