સંત મહાત્મા મૂળદાસ

  • 16.2k
  • 8.3k

ઉનાનું આમોદરા ગામ.એમાં લુહાર કરશન ભગત અને ગંગાબાઈ વસે. દેવની દયા વ૨સી ને એક પુત્ર જન્મ્યો. (વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ને સોમવારના રોજ થયો જન્મ થયો હતો.) નામ પાડ્યું મૂળજી,ધમણ અને ભઠ્ઠી સાથે જિંદગીનો ગુજારો. એટલે, કોલસો તો જંગલમાં લાકડા કાપી સળગાવીને પાડવાનો. આ કામ મોટા થતાં મૂળજી માથે આવી ચડ્યું.એક વખત લાકડામાં સળગતી, તડાતડ અવાજ કરી મરતી, જીવાતો જોઈ એનાં હૃદયે પ્રશ્ન ઊઠ્યો : પાપી પેટની ભૂખ ઠારવા આટલી બધી જીવ હિંસા … ! બસ આ નજરે જોયા પછી મા – બાપ કે પત્ની વેલબાઈને જાણ કર્યા વગર મૂળજીએ વૈરાગ્યની વાટ પકડી. કરમનો બોજ હળવો કરવા સતકર્મ એ જ