પત્ર - 4 - પુત્ર નો પિતાનો પત્ર

  • 5.4k
  • 2.1k

શાકુંત લલિતરાયની ઉંઘમાં ખલેલ  ન  પહોંચે એ રીતે એમનાં પગે લાગી કાયમ પાસે રહેતાં ચાવીનાં ઝુડા નીચે પરબીડીયું સરકાવીને નીકળી ગયો. મનની સ્થિતિ બીજા ગ્રહ પર જતાં અવકાશયાત્રી જેવી હતી,જવાનો મક્કમ નિર્ધાર અને નિર્ણય યોગ્ય ઠરશે કે નહી એની દૂવિધા કારણકે પાછા ફરવાની કોઈ ખાત્રી નહી. લલિતરાય હંમેશની ટેવ મુજબ સવારે પાંચ વાગ્યે ઉઠ્યા,કરપૂજા કરીને લક્ષ્મીદર્શન કરવા ચાવી ઉઠાવી ત્યાં હાથ આવી ગયું પરબીડીયું. ......આદરણીય પપ્પા, આ દુનિયામાં મે કોઈનો સૌથી વધારે આદર કર્યો હોય તો એ તમે .તમે જ મારુ વિશ્ર્વ એવું કહું તો જરાય ખોટું નથી.તમારી આંગળીએ દુનિયા મે જોઈ,બલ્કે તમે ચિતરેલો દુનિયાનો ટુકડો જોયો. મને ખબર નથી