પત્ર - 3 - સાસુને પત્ર

  • 4.3k
  • 1.6k

મમ્મી, વ્હાલા કે પ્રિય સંબોધન લખ્યું હોતતો કદાચ, તમને નર્યો દંભ જ લાગત.લાગે જ ને! મારી નાદાનીમાં મે જ આ સબંધની ગરિમાને ઠેસ પહોંચાડી છે.હું જાણું છું આ પત્ર ખોલતા પણ તમારું મન થડકાર અનુભવતું હશે કે, હવે ક્યો વિસ્ફોટ કરશે આ છોકરી. વર્ષોથી સાંભળતી આવતી સાસુ- વહુની વાયકાઓ,અંગત વ્યક્તિઓનાં કડવાં અનુભવો આ બધાએ માનાં સાંનિધ્ય વિના ઉછરેલ મારામાં "સાસુ" શબ્દ માટે અણગમો ઉપજાવેલ એટલેજ પૂર્વગ્રહનાં પોટલાં સાથે મેં આ ઘરમાં પ્રવેશ કર્યો. બીજીતરફ આખી જિંદગી સાસુનો ત્રાસ વેઠેલા તમે મને પોતાની વહુને સુખી કરવાનાં મક્કમ નિર્ધાર સાથે ઘરનાં અને તમારા હ્રદયનાં દરવાજા ખુલ્લા મુકી દીધાં.એ જ ઋજુ હ્રદય કંકુપગલાં કરવા ઉઠેલા મારા પગ તળે કચડાઈ ગયું જ્યારે ,સાંજનાં સમયે તમે