મનહરભાઈના સમાચાર સાંભળીને મનીષાને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. મનહરભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને એ બહુ વિચારો કરતા હતા. કોઈ પણ વ્યક્તિ વિષે એ ખૂબ ઝડપથી અનુમાનો બાંધી લેતા. મનીષા એકની એક દીકરી હોવાથી બાળપણમાં થોડી જિદ્દી હતી. એથી એમના મનમાં એવો ખ્યાલ બેસી ગયો હતો કે મનીષા એનું ધાર્યું જ કરે છે અને એથી એ અહંકારી સ્વભાવની છે. એ વારંવાર મનીષાને શિખામણ પણ આપતા કે છોકરીએ તો અહંકાર રાખવો જ ન જોઈએ. સોનલ માટે પણ એના મુક્ત અને બિન્ધાસ્ત સ્વભાવને કારણે એમને કેટલોક પૂર્વગ્રહ હતો. પિનાકીનભાઈ એમના બાળપણના મિત્ર હતા. એ બહુ ચોકસાઈવાળા અને કોઈ પણ વાતનો આગોતરો વિચાર